Charotar Sandesh
ગુજરાત

દિવાળી પહેલાં તમામ રોડ રિપેરિંગ કરવાનો દાવો પોકળ સાબિત થયો…

અમદાવાદ : મનપાના સત્તાધીશોએ દિવાળી પહેલાં તમામ રોડ રિસરફેસ કરવાનો દાવો કર્યો હતો, પણ તે પોકળ સાબિત થયો છે. શહેરમાં ડિસ્કો રોડના ઠેકાણાં પડયા નથી. નવરાત્રી પછી રોડ રિસરફેસ કરવાની કામગીરી શરૂ હતી, પણ એક મહિનામાં માંડ ૨૮ કિ.મી.ના રોડ રિસરફેસ થઇ શક્યા હતા. મંગળવારે મળેલી રોડ ઍન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં રોડ રિસરફેસના આંકડા મૂકાયા હતા જેમાં ખુલાસો થયો હતો કે શહેરમાં ૧૨ પેવર પ્લાન્ટમાં ૬ પેવર પ્લાન્ટ ચાલી રહ્યા છે એટલે રોડની કામગીરી મંથરગતિથી ચાલી રહી છે.

શહેરમાં તા. પહેલી એપ્રિલથી ૨૨ ઑગસ્ટ ૨૦૧૯ સુધીમાં રોડનું ૧,૫૯,૬૫૫.૮૬૫ મેટ્રીક ટનનું કામ થયું હતું, પછી ચોમાસામાં ચાર મહિના કામ બંધ રહ્યું હતું પછી શહેરમાં ઠેર-ઠેર રોડ ધોવાઇ ગયા હતા પછી તા. ૧૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯થી તા. ૯મી નવેમ્બર, ૨૦૧૯ દરમિયાન રોડને થીંગડાં મારવાનું એટલે કે પેચવર્કનું અને રોડ રિસરફેસનું કામ શરૂ કરાયું હતું, જેમાં અત્યાર સુધીમાં ૮૩,૧૯૯ મેટ્રીક ટનનું કામ થયું હતું જે ખુબ જ ઓછું છે. શહેરમાં સરેરાશ ૧૬૦૦ મેટ્રીક ટનનું કામ થઇ રહ્યું છે. શહેરમાં ડિસ્કો રોડની સ્થિતિ યથાવત છે. એક મહિનામાં મધ્ય ઝોનમાં માત્ર બે રોડ રિસરફેસ થયા છે. પૂર્વ ઝોનમાં બે, ઉત્તર ઝોનમાં એક, દક્ષિણ ઝોનમાં ત્રણ અને પશ્રિ્‌ચમ ઝોનમાં ચાર રોડ રિસરફેસ થયા છે. દક્ષિણ પશ્રિ્‌ચમમાં બે અને ઉત્તર પશ્રિ્‌ચમમાં ૧૪ રોડ રિસરફેસ થયા છે જ્યારે પ્રોજેક્ટ દ્વારા ૧૭ રોડ રિસરફેસ કરાયા હતા.

Related posts

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી : ૮ બેઠક પર ૭૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યું…

Charotar Sandesh

ગુજરાતના વાતાવરણમાં પલટો : ૨૨ તાલુકામાં કમોસમી વરસાદ અને ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો

Charotar Sandesh

૧ લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા હોય તેવું ગુજરાત હવે દેશનું ૧૨મું રાજ્ય…

Charotar Sandesh