Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

દેવદિવાળી નિમિત્તે ચરોતર સહિત સમગ્ર રાજ્યના મંદિરોમાં અન્નકુટ મહોત્સવ…

ચરોતર સહિત સમગ્ર રાજ્યના અંબાજી, શામળાજી, દ્વારકા, ડાકોરમાં ભારે ભીડ : શામળાજીના કારતક સુદ પૂનમ મેળામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, એમપી સહિત રાજયોથી લાખો લોકો ઉમટયા…

આણંદ : આજે દેવ દિવાળી અને કારતક સુદ પૂનમને લઇ આણંદ શહેર સહિત રાજયભરના મંદિરોમાં ભવ્ય અન્નકુટ મહોત્સવ, દેવી-દેવતાઓના વિશેષ સાજ-શણગાર અને વિશેષ આરતી-પૂજન સહિતના અનેકવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ખાસ કરીને સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી, શામળાજી, દ્વારકા, ડાકોર, સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવમંદિર સહિતના યાત્રાધામોમાં તો આજે દેવદિવાળી અને કારતક સુદ પૂનમને લઇ લાખો શ્રધ્ધાળુ ભકતોનું જાણે ઘોડાપૂર ઉમટયુ હતું. તો, આજે યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મહારાજને બહુ ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. રણછોડરાયના દર્શન માટે લાખો ભકતોએ રીતરની પડાપડી કરી હતી. આજના દિવસે જ ભકત બોડાણા રણછોડરાયને અહીં ડાકોરમાં લાવ્યા હતા, અને તેથી આજના દિનનો વિશેષ મહિમા રહે છે. તો, દ્વારકા ખાતે પણ દ્વારકાધીશની એક ઝલક મેળવવા શ્રધ્ધાળુઓ લાખોની સંખ્યામાં ઉમટયા હતા. સુપ્રસિધ્ધ યાત્રાધામ અઁંબાજી ખાતે પણ ભકતોનું ઘોડાપૂર ઉમટયું હતું. માતાજીના દર્શન કરી ભકતોએ ચાચર ચોકમાં રાસ-ગરબા રમી ધન્યતા અનુભવી હતી. બીજીબાજુ, આજે કારતક સુદ પૂનમના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભવ્ય લોકમેળો યોજાયો હતો. દર વર્ષની આ વર્ષે પણ હૈયે હૈયું દળાય તેવી ભીડ જામી હતી. મેળામાં રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશથી લાખો શ્રધ્ધાળુ ભકતો કાળિયા ઠાકરના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને શામળિયા ગિરધારીનાં દર્શન કરી ભારે ધન્યતા અનુભવી હતી. તો, ભાવિકો મેશ્વો નદીમાં આવેલ પવિત્ર નાગધરા કુંડમાં સ્નાન કરી પિતૃ ઋણથી મુક્ત થઈં ધન્ય બન્યાં હતા.

Related posts

આણંદના હાડગુડમાં વધુ બે કેસો સામે આવ્યા : જિલ્લામાં કુલ પોઝીટીવ કેસો ૪ થયા…

Charotar Sandesh

આણંદના એક ખેડૂતે લોકડાઉનમાં પણ કેળા વેચીને ૭ લાખની કમાણી કરી…

Charotar Sandesh

તા.૨૧મીના રોજ આણંદ જિલ્લામાં ૧૬૨૪ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે

Charotar Sandesh