Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં ૨૦ કરોડ યુવાઓને હાઈ બ્લડ પ્રેશર : રિસર્ચ

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર મેડિકલે આંકડા જાહેર કર્યા…

ન્યુ દિલ્હી,
ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચે તાજેતરમાં કરેલા એક સર્વેક્ષણના ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે.આ આંકડા દર્શાવી રહ્યા છે કે, ભારતના યુવા વર્ગ પર હૃદય રોગનુ જોખમ ઘણુ વધી ગયુ છે.
અનિયિમિત લાઈફ સ્ટાઈલ, તનાવ અને પ્રદુષણ જેવા કારણોસર આજે દેશનો દર ચોથો યુવા હૃદયરોગના ઉંબરે ઉભેલો છે.આમાંથી ૫૦ ટકાને તો આ અંગે જાણકારી જ નથી.બાકીના જાણીને પણ અજાણ બને છે.આ જ કારણ છે કે, માત્ર ૧૦ ટકા યુવાઓ સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચી રહ્યા છે.
રિપોર્ટ પ્રમાણે દેશમાં દર ચારમાંથી એક યુવાને હાઈ બીપીની ફરિયાદ છે.જેની લાંબા સમય સુધી અવગણના કરવામાં આવે તો હૃદય પર તેની ખરાબ અસર પડે છે.હાઈ બ્લડ પ્રેશરથી હાર્ટનુ પંપિંગ પ્રભાવિત થાય છે અને તેના કારણે હાર્ટ એટેક આવી શકે છે.આ રિપોર્ટના આધારે દેશના ૧૦૦ જિલ્લાઓમાં હાઈ બીપીની તપાસ માટે નિશુલ્ક તપાસ જેવા કાર્યક્રમો શરુ કરાયા છે.
ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના અન્ય એક અભ્યાસ પ્રમાણે ૧૯૯૦થી ૨૦૧૬ની વચ્ચે ભારતમાં હાર્ટએટેકથી થતા મોતમાં અનેક ગણો વધારો થયો છે.૫૦ ટકા મોત સમય પહેલા થઈ છે.જેમાં ૩૨ ટકા મોત શહેરોમાં થાય છે.આજે ૬ કરોડથી વધારે લોકો હૃદયરોગ ધરાવે છે.આ સંખ્યા ૧૯૯૦માં અઢી કરોડ હતી.હૃદયરોગથી ૨૫ ટકા મોત ૨૫ થી ૬૫ વર્ષની વયમાં થઈ રહી છે.

Related posts

લાખો યુવાનો માટે ખુશખબરી : રેલવેમાં 2,98 લાખ જગ્યાની ભરતી : રેલમંત્રી પીયૂષ ગોયલની જાહેરાત

Charotar Sandesh

આર્થિક મંદીએ દેશને ૧૫ વર્ષ પાછળ ધકેલી દીધો : રઘુરામ રાજન

Charotar Sandesh

કુલભુષણને જીતાડનાર એડવોકેટ હરીશ સાલ્વે લીધી ફી માત્ર ૧ રૂપિયો…

Charotar Sandesh