Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

નડીઆદ ટાઉન પોલીસનો ફાર્મ હાઉસમાં દરોડો : ૭ મહિલાઓ સહિત ૧૫ આરોપીઓ ઝડપાયા…

  • ચર્ચાય છે કે ફાર્મ હાઉસ ના માલિક કલ્પેશ ઉર્ફે પિન્ટુ પટેલ નડિયાદ નગર પાલિકા ના પૂર્વ મહિલા પ્રમુખ ના પતિ છે ! જેથી રાજકીય ગર્મી તેજ…!

ખેડા જિલ્લા એસપી દિવ્ય મિશ્ર દ્વારા જિલ્લા ના થાણા અમલદારોને દારૂ-જુગાર, સટ્ટો દેહ વેપલા ની અસામાજિક બદીઓની સામે  કડકાઈ થી કાર્યવાહી કરી તેને કડક હાથે ડામી દેવાની સૂચના આપેલ !
જે અંતર્ગત નડિયાદ ના બાહોશ કાર્યક્ષમ વિભાગીય પોલીસ વડા જી.એસ.શ્યાન દ્વારા પણ વિભાગ ના અધિકારીઓ ને ખાસકાર ક્લબો, ફાર્મ હાઉસો પર છુપી રીતે  ચાલતી ‘મહેફિલો’ પર કડક કાર્યવાહી કરી આવા દુષણ અટકાવવા સૂચના અને માર્ગદર્શન આપેલ ! જે અન્વયે નડિયાદ ટાઉન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ માં હતો  દરમ્યાન તેમને બાતમી મળી હતી કે રિંગ રોડ પાસે આવેલ કલ્પેશ ઉર્ફે પિન્ટુ રમણભાઈ પટેલ ના ઝાપટ તલાવડી પાસે આવેલ ફાર્મ હાઉસ માં બહાર થી મહિલાઓ બોલાવી મિત્રો સાથે દારૂ ની મહેફિલ ચાલી રહી છે !
બાતમી મળતા ટાઉન પોલીસ દ્વારા ફાર્મ હાઉસ માં દરોડો પાડતા નાસભાગ મચી હતી !જો કે,પોલીસે સ્થળ પર તમામ ને ઝડપતા તેમા ફાર્મ હાઉસ ના માલિક કલ્પેશ ઉર્ફે પિન્ટુ રમણભાઈ પટેલ સહિત પુરુષ અને મહિલા મળી કુલ ૧૫ આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા ! પોલીસે તલાશી લેતા તમામ પાસે થી કુલ રોકડ રૂપિયા ૩૧,૩૦૦  મોબાઇલ નંગ ૧૮ કિંમત રૂપિયા ૨,૧૯,૫૦૦ તેમજ વિદેશી બનાવટ ની બિયર ની બોટલ નંગ ૧૧ કિંમત  રૂપિયા ૩૩૦૦ સાથે ખાલી બોટલો ગ્લાસો, ઓપનર,સ્પીકર કિંમત રૂપિયા ૧૦,૦૦૦, લેપટોપ કિંમત રૂપિયા ૧૫,૦૦૦ તેમજ બે વાહન કિંમત રૂપિયા ૩,૩૦૦૦૦ મળી કુલ ૬,૦૯,૧૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી…
(૧) કલ્પેશભાઈ ઉર્ફે પિન્ટુ રમણભાઈ પટેલ, ૨ /ભક્તિનગર સોસાયટી,સીવિલ રોડ
(૨) ચિંતન મહેન્દ્રભાઈ પટેલ,૧૦૩/એ, જલસાગર ફ્લેટ 
(૩) હેમંતભાઈ પ્રફુલભાઇ દરજી, ડુમરાલ બજાર 
(૪) હરેશભાઇ માનસિંહ ચૌહાણ, ૧૯, દેવદત્ત સોસાયટી,કિડની પાછળ 
(૫) પ્રિયેશ જગદીશભાઈ પટેલ, યશ ફળિયું,પીજ ભાગોળ 
(૬) આનંદ પ્રફુલભાઇ પટેલ, મુખી ની ખડકી, ડુમરાલ 
(૭) દિપક ત્રિવેણીભાઈ પ્રસાદ મિશ્રા, હાથીજણ, અમદાવાદ 
(૮) મોહમ્મદ કાશિફ મોહમ્મદઅલી રાજપૂત, બાપુનગર, અમદાવાદ તેમજ
અમદાવાદ, સુરત, પાટણ થી આવેલ ૭ મહિલાઓ મળી કુલ ૧૫  આરોપીઓ સામે ટાઉન પોલીસ મથકે પ્રોહિબિશન ગુના રજીસ્ટર્ડ નં. ૪૪૩/૨૦૧૯ પ્રોહિબિશન એક્ટ ની કલમ ૬૫(ઇ),૬૬(૧)બી,૧૨૩(૧)(એ),૮૧,૮૪,૮૫,૮૬,૯૦ મુજબ ના ગુના માં ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે  !
  • ચર્ચાય છે કે ફાર્મ હાઉસ ના માલિક કલ્પેશ ઉર્ફે પિન્ટુ પટેલ નડિયાદ નગર પાલિકા ના પૂર્વ મહિલા પ્રમુખ ના પતિ છે! જેથી રાજકીય ગર્મી તેજ ની સાથે પ્રજા પણ આ દરોડા બાબતે અલગ-અલગ તારણ બાંધતી જોવા મળી રહી છે !

Related posts

“સેવા હી સંગઠન”ના સૂત્ર અંતર્ગત શિયાળાની કળકળતી ઠંડીમાં રાહતમંદોને ગરમ ધાબળાનું વિતરણ

Charotar Sandesh

આણંદ જિલ્લામાં આજે ઘટાડો નોંધાયો : નવા ૧૫૦ કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસ ૨૦૦૦ને પાર થયા

Charotar Sandesh

ચરોતરમાં કાતિલ બનતી ઠંડી : નીચું તાપમાન પારો ૭ ડિગ્રીએ…

Charotar Sandesh