Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત

નડીયાદ : રીક્ષા પલટી જતાં એકનું ઘટના સ્થળે મોત, ત્રણ ઘાયલ…

નડીયાદ : રોડ અકસ્માતના કિસ્સાઓ દિન પ્રતિદિન બનતા રહે છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવ છે. ત્યારે ખેડા જિલ્લામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. જેમાં રીક્ષા પલટી જતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી લોકોના ટોળા એકઠાં થયા હતા. અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે ખેડા જિલ્લાના નડીયાદના બિલોદરા રોડ ઉપર પેસેન્જર ભરીને રીક્ષા જતી હતી. ડ્રાઇવરે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રીક્ષા પલટી ગઇ હતી. રીક્ષા પલ્ટી જતાં રીક્ષામાં સવાર મુસાફરો પૈકી એક વૃદ્ધ વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના બાદ તરત જ સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને મૃતકની લાશને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપી હતી. અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Related posts

નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખની આત્મહત્યાના મામલામાં એકની ધરપકડ…

Charotar Sandesh

આગામી ચૂંટણીલક્ષી વલ્લભ વિદ્યાનગર મંડળ ભાજપ સંગઠનની બેઠક યોજાઈ…

Charotar Sandesh

‘વર્લ્ડ નો ટોબેકો ડે’ : સિગારેટના મોડલને ફાંસી આપી વ્યસન છોડવા સંદેશો અપાયો

Charotar Sandesh