Charotar Sandesh
ઉત્તર ગુજરાત ક્રાઈમ ગુજરાત

નવી ઓફિસ ખોલતા આર્કિટેક પાસેથી કિન્નરોએ પૈસા માંગ્યા, ના આપતા મારમાર્યો…!

આકાશ ઓફિસે પહોંચ્યો ત્યારે કિન્નરોએ નવી ઓફિસ ખોલવાના બોનસ પેટે રૂપિયા ૩૦ હજારની માંગણી કરી હતી

અમદાવાદ,
અમદાવાદ શહેરના રાજપથ ક્લબ પાસે નવી ઓફિસ ખોલનાર આર્કિટેકને ૧૦થી ૧૫ કિન્નરોએ મારમાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. કિન્નરોએ નવી ઓફિસ ખોલવાના બોનસ પેટે ૩૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી. જે આપવાનો ઇન્કાર કરતા મારમાર્યો હતો. વસ્ત્રાપુર પોલીસે રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સાઉથ બોપલના ફ્લોરિડા રો-હાઉસમાં રહેતા અને રાજપથ ક્લબ પાસે વન વર્લ્ડ કેપિટલ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવી આકાશ ગોપલાણી આર્કિટેકનું કામકાજ કરે છે. બપોરે આકાશના પટ્ટાવાળાએ ફોન કરી જણાવ્યું હતું કે, ૧૦થી ૧૫ કિન્નરો પૈસા માંગવા માટે આવ્યાં છે. આકાશ ઓફિસે પહોંચ્યો ત્યારે કિન્નરોએ નવી ઓફિસ ખોલવાના બોનસ પેટે રૂપિયા ૩૦ હજારની માંગણી કરી હતી, જે આપવાની ના પાડતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ધક્કામુક્કી-મારામારી કરી હતી. આકાશે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા તમામ ત્યાંથી નાસી ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

Related posts

અમદાવાદમાં PM મોદીનો વન-મેન શો : રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

Charotar Sandesh

લોકસભા ચૂંટણીના પરિણામની શંકરસિંહ વાઘેલાએ કરી આગાહી

Charotar Sandesh

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગ્યું : શાળાની આસપાસ ફાસ્ટ ફૂડ વેચવા પર પ્રતિબંધ…

Charotar Sandesh