Charotar Sandesh
સ્પોર્ટ્સ

ન્યૂઝીલેન્ડના બેટ્‌સમેન લીઓ કાર્ટરે યુવરાજવાળી કરી, છ બોલમાં છ સિક્સર ફટકારી…

કાર્ટર છ બોલમાં છ છગ્ગા ફટકારનાર વિશ્વનો સાતમો બેટ્‌સમેન ટી-૨૦માં ચોથો બેટ્‌સમેન બન્યો…

ક્રાઇસ્ટર્ચ : ન્યૂઝીલેન્ડનો બેટ્‌સમેન લીઓ કાર્ટર પણ હવે ભારતના દિગગ્જ બેટ્‌સમેન રવિ શાસ્ત્રી અને યુવરાજ સિંહની ક્લબમાં સામેલ થઈ ગયો છે. રવિવારે એક મેચ દરમિયાન કાર્ટરે છ બોલમાં છ છગ્ગા ફટકારીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધીમાં છ બોલ પર છ છગ્ગા ફટકારનાર કાર્ટર સાતમો બેટ્‌સમેન બન્યો છે.

કાર્ટરે ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક ્‌૨૦ ટુર્નામેન્ટસ સુપર મેશમાં કેન્ટબરી કિંગ્સ તરફથી રમતા નોર્થન કિંગ્સને પછડાટ આપી હતી. ૨૫ વર્ષના આ ડાબોડી બેટ્‌સમેને લેફ્ટ આર્મ સ્પિનર એન્ટોન ડેવસિચની ઓવરમાં છ બોલ પર છ છગ્ગા ફટકાર્યા હતા. કાર્ટરે મેચમાં ૨૯ બોલમાં ૭૦ રનની અણનમ ઈનિંગ રમી હતી અને તેની ટીમે સાત વિકેટે વિજય થયો હતો જેમાં ટીમે ૨૨૦નો મુશ્કેલ લક્ષ્યાંક પાર કરી લીધો હતો.

આ મેચમાં છ બોલ પર છ છગ્ગા ફટકારવાની સાથે જ કાર્ટર વિશ્વનો સાતમો બેટ્‌સમેન બન્યો છે જેણે આ અનોખો રેકોર્ડ બનાવ્યો હોય. અગાઉ ગેરી સોબર્સ, શાસ્ત્રી, હર્સલ ગિબ્સ, યુવરાજ સિંહ, વોર્સસ્ટરશાયરનો રોસ વ્હાઇટલી અને અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝાઝાઈના નામે આ રેકોર્ડ નોંધાયેલો છે.

ટી-૨૦ ક્રિકેટમાં છ બોલ પર છ છગ્ગા ફટકારનાર કાર્ટર ચોથો બેટ્‌સેન બન્યો છે. યુવરાજ સિંહે અગાઉ ૨૦૦૭માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ક્રિસ બ્રોડની ઓવરમાં છ બોલ પર છ છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત ૨૦૧૭માં વ્હાઈટલીએ અને ૨૦૧૮માં ઝાઝાઈએ પણ આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.

Related posts

મારી ટી-શર્ટ સામે લાગેલો બેચ મને પ્રેરિત કરે છે : વિરાટ કોહલી

Charotar Sandesh

ચેમ્પિયનશીપમાં ભારતનો દબદબો : પોઇન્ટ ટેબલમાં ફરી ટોપ પર…

Charotar Sandesh

ટી-૨૦ રેન્કિંગ : લોકેશ રાહુલ છઠ્ઠા અને કોહલી દસમાં સ્થાને…

Charotar Sandesh