મુંબઈ : બોલિવૂડના ઘણાં સેલેબ્સે નવું વર્ષ પાર્ટી કરીને સેલિબ્રેટ કર્યું હતું. સૈફ અલી ખાન, સારા અલી ખાન, કરીના કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, અનુષ્કા શર્મા સહિતના સેલેબ્સે ભારતમાં અથવા વિદેશમાં ન્યૂ યરની ઉજવણી કરી હતી. શાહરુખ ખાન છેલ્લાં ઘણાં સમયથી બિગ સ્ક્રીન પર જોવા મળ્યો નથી પરંતુ તે કોઈને કોઈ કારણ ચર્ચામાં જરૂર રહે છે. આ વખતે શાહરુખ ખાન દીકરી સુહાના ખાનને કારણે ચર્ચામાં આવ્યો છે. ખાન પરિવારે અલીબાગના ફાર્મહાઉસ ખાતે નિકટના મિત્રો સાથે ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું. પાર્ટીમાં સુહાના ખાને પહેરેલાં ડ્રેસની કિંમતની ચર્ચા થઈ રહી છે.
ગૌરી ખાને સોશિયલ મીડિયામાં ન્યૂ યર સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી, જેમાં શાહરુખ ખાન, તેનો મોટો દીકરો આર્યન તથા દીકરી સુહાના બ્લેક ડેનિમ હૂડી જેકેટમાં જોવા મળે છે. સુહાનાએ વન શોલ્ડર બ્લેક ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ ઈન્ટરનેશનલ બ્રાન્ડ બાલમેનનો હતો. આ ડ્રેસની કિંમત ૨૮૭૫ પાઉન્ડ એટલે કે અંદાજે બે લાખ સિત્તેર હજાર રૂપિયા હતી. આ ડ્રેસ સાથે સુહાનાએ ગોલ્ડન હિલ્સ, લૂઝ કર્લ્સ તથા મિનિમમ મેક-અપ કૅરી કર્યો હતો. જોકે, સુહાનાનાં ડ્રેસની કિંમતથી અનેકને નવાઈ લાગી હતી.