Charotar Sandesh
ઈન્ડિયા

પંજાબમાં આતંકી હુમલાની દહેશત : હાઇએલર્ટ જાહેર…

પઠાણકોટ-ગુરદાસપુરમાં સર્ચ ઑપરેશન, ૩૦૦૦ જવાન તહેનાત…

પઠાનકોટ : પંજાબમાં આતંકી હુમલાના ઈનપુટ પછી પઠાણકોટ અને ગુરદાસપુરમાં હાઈએલર્ટ જાહેર કરીને કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અમૃતસરને પણ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું છે. પઠાણકોટના કલેક્ટર રામબીરે જણાવ્યું કે, આ ઓપરેશન માટે જલંધર અને ફિલ્લૌરથી ૩ હજાર જવાન બોલાવવામાં આવ્યા છે. તેમને પઠાણકોટ અને ગુરદાસપુર જિલ્લામાં પણ મોકલવામાં આવ્યા છે.
પઠાણકોટના સ્ટેડિયમમાં ઈમરજન્સી મીટિંગ કરવામાં આવી હતી. તેમાં ૧૧૩ ડીએસપીની નજર હેઠળ ટીમ બનાવીને કોમ્બિંગ ઓપરેશન માટે મોકલવામાં આવી છે. ઓપરેશન ૩ દિવસ ચાલશે. તેના અંતર્ગત શહેરથી લઈને બોર્ડર સુધીના દરેક ઘર અને જંગલની તપાસ કરવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં ઈમરજન્સી અંતર્ગત બેડ રિઝર્વ કરાવી દેવામાં આવ્યા છે. પંજાબ પોલીસે હિમાચલ પોલીસ સાથે મળીને ડમટાલના જંગલોમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
છેલ્લા ચાર દિવસથી સતત ફિરોઝપુર બોર્ડર પર ડ્રોન દેખાવા અને ખેમકરણથી પકડાયેલા આતંકીઓના ખુલાસા પછી સમગ્ર પંજાબને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું છે. પઠાણકોટ એરબેઝ અને અમૃતસર એરપોર્ટ પર આતંકી હુમલાના ઈનપુટ મળ્યા પછી આ જિલ્લામાં બટાલિયનને હથિયાર, બુલેટ પ્રૂફ જેકેટ અને ડ્રેગન લાઈટ્‌સની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે ડીજીપી પંજાબ દિનકર ગુપ્તાએ ઓપરેશનને નિયમિત ગણાવીને આતંકી હુમલાના જોખમનો ઈનકાર કર્યો છે. મોટી સંખ્યામાં પોલીસ બળ તહેનાત અને આતંકી ઈનપુટ મળ્યાની ખબર પછી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

Related posts

કોંગ્રેસમાં જળમૂળથી ફેરફારની જરૂર : ૨૩ નેતાઓનો સોનિયાને પત્ર…

Charotar Sandesh

કમલનાથે ભાજપ મહિલા નેતા આઇટમ કહેતા વિવાદ : મુખ્યમંત્રી ધરણાં પર બેઠા…

Charotar Sandesh

ફ્રાન્સની કંપની પાસે રાફેલ સોદામાં ૬૫ કરોડની લાંચ અપાઈનો ધડાકો

Charotar Sandesh