Charotar Sandesh
ઈન્ડિયા

‘પરીક્ષા પર ચર્ચા’ : વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ સાથે ૨૦ જાન્યુઆરીએ સંવાદ કરશે…

ન્યુ દિલ્હી : વિદ્યાર્થીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ’પરીક્ષા પર ચર્ચા’નો કાર્યક્રમ હવે ૨૦ જાન્યુઆરીએ કરવામાં આવશે. દેશના વિવિધ ભાગોમાં આવનારા તહેવાર જેવા કે, પોંગલ, લોહરી અને ઓણમને કારણે ’પરીક્ષા પર ચર્ચા’ કાર્યક્રમમાં આ બદલાવ કરવામાં આવ્યો છે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયના જણાવ્યા મુજબ, વડા પ્રધાન સાથે સ્કૂલના વિદ્યાર્થીઓના સંવાદનો આ કાર્યક્રમ પહેલા ૧૬ જાન્યુઆરીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. જોકે, પોંગલ અને મકરસંક્રાંતિ જેવા તહેવારોમાં દક્ષિણ ભારતના રાજ્યોની શાળાઓમાં રજા હોવાને કારણે હવે આ કાર્યક્રમ ૨૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે રાખવામાં આવ્યો છે.

આ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બોર્ડની પરીક્ષા તેમજ અન્ય વિષયો પર દેશ-વિદેશના વિવિધ ભાગોના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ’પરીક્ષા પર ચર્ચા’ ૨૦૨૦ કાર્યક્રમ અંતર્ગત સંવાદ કરશે. પરીક્ષા પર ચર્ચા ૨૦૨૦ અંતર્ગત ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે એક સ્પર્ધા શરૂ કરવામાં આવી છે, જેના વિજેતાઓને ’પરીક્ષા પર ચર્ચા’ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે.

Related posts

J&Kમાં મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ : ૩ આતંકવાદી ઝડપાયા…

Charotar Sandesh

શાંત છું, સંયમી છું પરંતુ તેનો મતલબ એ નથી કે નપુસંક છું…

Charotar Sandesh

૨૩ જૂનથી એમિરેટ્સની ભારત-દુબઈ વિમાનસેવા ફરી શરૂ : વેક્સિનના બંને ડોઝ લેવા પડશે…

Charotar Sandesh