Charotar Sandesh
ઈન્ડિયા

પાકિસ્તાનની અવળચંડાઇ : સમજૌતા એક્સપ્રેસ પર રોક લગાવી…

ભારતે કાશ્મીરમાંથી કલમ-૩૭૦ રદ્દ કરતા પાકિસ્તાન રઘવાયુ બન્યુ…
પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસ ટ્રેન રોકી કહ્યું ભારતીય રેલ પોતાના ડ્રાઇવર અને ક્રૂ મેમ્બરને મોકલી ટ્રેન લઇ જાય, ભારતે એન્જિન અને ડ્રાઇવર મોકલ્યો…

ન્યુ દિલ્હી,
જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યાં પછી તણાવ વધ્યા પછી ખબર આવી રહી છે કે પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસ અટકાવી દીધી છે. પાકિસ્તાને પોતાના ડ્રાઇવર અને ગાર્ડને સ્ટેશન મોકલવાની ના પાડી દીધી છે. ટ્રેન રોકવાથી વાઘા-અટારી બોર્ડર પર ૫૨ મુસાફરો ફસાઇ ગયા છે. આ ઉપરાંત પાકિસ્તાને ભારતીય ફિલ્મો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
અટારી આંતરરાષ્ટ્રીય રેલવે સ્ટેશનના સુપરીટેન્ડન્ટ અરવિંદ કુમાર ગુપ્તાએ કહ્યું કે, આજે પાકિસ્તાનમાંથી સમજૌતા એક્સપ્રેસને ભારત આવવાનું હતું. આ દરમિયાન પાકિસ્તાને છેલ્લા સમયે ટ્રેન રોકી દીધી. પાકિસ્તાને નિવેદન જાહેર કર્યું છે કે ભારતીય રેલ પોતાના ડ્રાઇવર અને ક્રૂ મેમ્બરને મોકલીને સમજૌતા એક્સપ્રેસ લઇ જાય.
અટારીના સ્ટેશન માસ્ટરે જણાવ્યું કે, સમજૌતા એક્સપ્રેસ માટે ટ્રેનનું એન્જિન પાકિસ્તાન માટે રવાના થઈ ગયું છે. સેવા બંધ નથી થઈ. પાકિસ્તાનના ડ્રાઈવર અને ગાર્ડે ભારત આવવાનો ઈનકાર કરી દીધો છે. તે માટે તેમણે ભારતને ચાલક દળ અને ગાર્ડ મોકલવા કહ્યું છે. હવે ભારત તરફથી ડ્રાઈવર અને ગાર્ડ એન્જિન સાથે ત્યાં જશે અને ટ્રેનને અટારી લાવશે.
તેમણે જણાવ્યું કે પાકિસ્તાની રેલવેએ સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. અરવિંદ કુમારે જણાવ્યું કે ડ્રાઇવર અને ગાર્ડ પાસે વીઝા છે તેમને સમજૌતા એક્સપ્રેસ લેવા માટે મોકલ્યા છે.
મહત્વનું છે કે પાકિસ્તાને બુધવારે પાકિસ્તાનના રાજદ્રારી સંબંધો ઓછા કરવા અને ભારત સાથે બધા દ્વિપક્ષીય વેપારને સસ્પેન્ડ કરવાનો સંકલ્પ લેવા સિવાય ઘણા મોટો નિર્ણયો લીધા હતા. બુધવારે પાકિસ્તાના પ્રધાનમંત્રી ઇમરાન ખાને નેશનલ સિક્યોરિટી કમિટીની બેઠક બોલાવી હતી. જેમાં આ નિર્ણયો કરવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા પછી પાકિસ્તાને ફરી એક વાર તેમના એર સ્પેસ પરપ્રતિબંધ લગાવવાની શરૂઆત કરી દીધી છે. પાકિસ્તાને બુધવાર રાતથી એર સ્પેસનો એક કોરિડોર બંધ કરી દીધો છે. તેની અસર એ થશે કે અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) જતી ફ્લાઈટને ૧૨ મિનિટનો સમય વધારે લાગશે.

Related posts

કોરોનાનો કહેર : દેશની ટુ-વ્હીલર કંપનીઓએ પોતાની તમામ ફેક્ટરીઓ ૧લી મે સુધી બંધ કરી…

Charotar Sandesh

કોરોના વેક્સિન લેવા માટે કોઈને મજબૂર કરી શકાય નહીં : સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

Charotar Sandesh

અંતે રામદેવ કહ્યું – સારા ડૉક્ટર્સ છે તે ધરતી પર દેવદૂત અને વરદાન છે…

Charotar Sandesh