Charotar Sandesh
સ્પોર્ટ્સ

પાકિસ્તાન ક્રિકેટમાં રમવા માટે સૌથી સુરક્ષિત દેશમાંથી એક : ક્રિસ ગેલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં વર્ષ ૨૦૦૯માં શ્રીલંકા ક્રિકેટ ટીમની બસ પર થયેલા આતંકી હુમલા બાદથી દુનિયાભરની ટીમોએ ક્રિકેટ રમવા માટે પાકિસ્તાનનો બહિષ્કાર કર્યો છે. તે બાદ પાકિસ્તાને યુએઇને તેમનું ઘરેલું મેદાન બનાવી લીધું અને તેમની મેજબાનીમાં ત્યાં મેચ આયોજીત કરવામાં આવે છે. જોકે, હવે વેસ્ટઇન્ડિઝના ઓપનર ક્રિસ ગેલે પણ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાને ક્લીન ચિટ આપી દીધી છે. હાલ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ચટગાંવ ચેલેન્જર્સ માટે રમી રહેલા ક્રિસ ગેલને કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટમાં રમવા માટે સૌથી સુરક્ષિત દેશમાંથી એક છે. આ દરમિયાન તેને બાંગ્લાદેશની સુરક્ષા પર મજાકિયા અંદાજમાં ટિપ્પણી કરી છે.

ક્રિસ ગેલ અનુસાર હાલના સમયમાં પાકિસ્તાન દુનિયાના સૌથી સુરક્ષિત દેશમાંથી એક છે. તે કહે છે કે તમને રાષ્ટ્રપતિ સ્તરની સુરક્ષા આપશે. તેનો મતલબ કે તમે સુરક્ષા હાથમાં છે. મારો મતલબ છે કે અમે બાંગ્લાદેશમાં પણ સુરક્ષિત હાથમાં છે. હું સાચુ કહી રહ્યો છુંને. ક્રિસ ગેલે ચાર દિવસ ટેસ્ટ આઇસીસીના પ્રસ્તાવને પણ ફગાવ્યો છે. તેણે કહ્યું કે જ્યારે પાંચ દિવસની ટેસ્ટ મેચ રમવામાં આવી રહી છે. તો તેમા બદલાવની શુ જરૂરત છે.

Related posts

આઈપીએલ ૨૦૨૦માં વોડાફોન-આઈડિયા કરશે સ્પોન્સરશિપ…

Charotar Sandesh

ઇશાંત શર્માએ ટેસ્ટમાં ૩૦૦ વિકેટ પૂર્ણ કરી : ત્રીજો ફાસ્ટ બોલર બન્યો…

Charotar Sandesh

ભારતે રચ્યો ઇતિહાસઃ ન્યૂઝીલેન્ડનો ૫-૦થી વ્હાઇટવૉશ…

Charotar Sandesh