Charotar Sandesh
ઈન્ડિયા

પાકિસ્તાન જણાવે કાશ્મીર કયારે તમારું હતું તો તેને લઇ રોદણાં રડો છો? : રાજનાથસિંહ

પાકિસ્તાન આતંકનો ઉપયોગ કરી ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે…

લદ્દાખ,
આર્ટિકલ ૩૭૦ને નાબૂદ કર્યા બાદ રક્ષા મંત્રી રજનાથ સિંહ પ્રથમ વખત લદ્દાખ પહોંચ્યા છે. તેમણે લેહ જિલ્લામાં ડીઆરડીઓના ૨૬માં ખેડૂત વિજ્ઞાન મેળાની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન જણાવે કે કાશ્મીર તેમનું ક્યારે હતું કે તેના માટે તેઓ રડી રહ્યું છે?
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, હું પાકિસ્તાનને પૂછવા માગું છે કે કાશ્મીર તમારું ક્યારે હતું અને શા માટે તમે તેના માટે રડી રહ્યા છો? આ મુદ્દે(કાશ્મીર) તમારે કોઇ લેવા-દેવા નથી. સત્ય તો એ છે કે તમે પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પર ગેરકાયદે રીતે કબ્જો કર્યો છે. પાકિસ્તાન બની ગયું તો અમે તમારા અસ્તિત્વનું સન્માન કરીએ છીએ. પરંતુ કાશ્મીર મુદ્દે તમારે કોઇ લેવાદેવા નથી.
રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું હતું કે, કાશ્મીર અમારું છે આ મુદ્દે આ દેશમાં કોઇ બે મત નથી. સત્ય એ છે કે પાકિસ્તાને પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પર ગેરકાયદેસર રીતે કબ્જો કર્યો છે. તેમણે પીઓકેના નાગરિકોના માનવાધિકોરાના ઉલ્લંઘન પર ધ્યાન આપવું જોઇએ.
અગાઉ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથે હવે જે પણ વાતચીત થશે તે પાક અધિકૃત કાશ્મીર માટે થશે. આ માટે પાકિસ્તાને પોતાની ધરતી પર પાંગરી રહેલા આતંકવાદને નાબૂદ કરવો પડશે. જો પાકિસ્તાન આમ નહીં કરે તો તેની સાથે વાત કરવાનું કોઈ કારણ રહેતું નથી.પાકિસ્તાન આતંકનો ઉપયોગ કરી ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે
પાકિસ્તાન જણાવે કાશ્મીર કયારે તમારું હતું તો તેને લઇ રોદણાં રડો છો?ઃ રાજનાથસિંહ
(જી.એન.એસ)લદ્દાખ,તા.૨૯
આર્ટિકલ ૩૭૦ને નાબૂદ કર્યા બાદ રક્ષા મંત્રી રજનાથ સિંહ પ્રથમ વખત લદ્દાખ પહોંચ્યા છે. તેમણે લેહ જિલ્લામાં ડીઆરડીઓના ૨૬માં ખેડૂત વિજ્ઞાન મેળાની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન જણાવે કે કાશ્મીર તેમનું ક્યારે હતું કે તેના માટે તેઓ રડી રહ્યું છે?
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, હું પાકિસ્તાનને પૂછવા માગું છે કે કાશ્મીર તમારું ક્યારે હતું અને શા માટે તમે તેના માટે રડી રહ્યા છો? આ મુદ્દે(કાશ્મીર) તમારે કોઇ લેવા-દેવા નથી. સત્ય તો એ છે કે તમે પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પર ગેરકાયદે રીતે કબ્જો કર્યો છે. પાકિસ્તાન બની ગયું તો અમે તમારા અસ્તિત્વનું સન્માન કરીએ છીએ. પરંતુ કાશ્મીર મુદ્દે તમારે કોઇ લેવાદેવા નથી.
રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું હતું કે, કાશ્મીર અમારું છે આ મુદ્દે આ દેશમાં કોઇ બે મત નથી. સત્ય એ છે કે પાકિસ્તાને પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પર ગેરકાયદેસર રીતે કબ્જો કર્યો છે. તેમણે પીઓકેના નાગરિકોના માનવાધિકોરાના ઉલ્લંઘન પર ધ્યાન આપવું જોઇએ.
અગાઉ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથે હવે જે પણ વાતચીત થશે તે પાક અધિકૃત કાશ્મીર માટે થશે. આ માટે પાકિસ્તાને પોતાની ધરતી પર પાંગરી રહેલા આતંકવાદને નાબૂદ કરવો પડશે. જો પાકિસ્તાન આમ નહીં કરે તો તેની સાથે વાત કરવાનું કોઈ કારણ રહેતું નથી.

Related posts

વિધાનસભા ચૂંટણીના કારણે રાજ્યસભાની ૪ બેઠકો ખાલી, ભાજપને ખાસ ફાયદો નહીં!

Charotar Sandesh

કોંગ્રેસ હિન્દુત્વ મામલે ભાજપની નકલ ના કરે, નહીંતર ઝીરો થઈ જશેઃ શશી થરુર

Charotar Sandesh

કોરોના સામે રસીકરણ અભિયાન : દેશમાં કુલ ૨.૫૬ કરોડ વેક્સિન ડોઝ અપાયા…

Charotar Sandesh