Charotar Sandesh
સ્પોર્ટ્સ

પાક ક્રિકેટ ટીમના બેટ્‌સમેન શોએબ મલિકે વનડે ક્રિકેટને અલવિદા કહ્યું

લંડન,
પાકિસ્તાન ક્રિકેટ ટીમના અનુભવી બેટ્‌સમેન શોએબ મલિકે વનડે ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છે. ૩૭ વર્ષીય મલિકે શુક્રવારે રાત્રે ટ્‌વીટર પર નિવૃતીની જાહેરાત કરી હતી. મલિકે આઈસીસી વિશ્વ કપ-૨૦૧૯મા બાંગ્લાદેશ વિરુદ્ધ પાકિસ્તાનની ૯૬ રનની જીત બાદ વનડેમાંથી નિવૃતીની જાહેરાત કરી હતી. મલિકનું આ વિશ્વકપમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું અને તેની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
તેણે ટ્‌વીટર પર લખ્યું, ’આજ હું વનડે આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃતી લઈ રહ્યો છું. તે તમામ ખેલાડીઓનો આભાર જેની સાથે હું રમ્યો, મને ટ્રેનિંગ આપનારા કોચ, પરિવાર, મિત્રો, મીડિયા અને સ્પોન્સર્સનો પણ આભાર. સૌથી જરૂરી મારા ચાહકો, હું તમને ઘણો પ્રેમ કરુ છું.’
પાકિસ્તાન માટે ૩૮૭ વનડે મેચોમાં ૩૪.૫૫ની એવરેજથી ૭૫૩૪ રન બનાવનાર મલિકે પહેલા જ સંકેત આપી દીધા હતા કે તે વિશ્વ કપ બાદ વનડેમાંથી નિવૃતી લઈ લેશે. તેણે વનડેમાં ૯ સદી અને ૪૪ અડધી સદી ફટકારી છે. તે ટી૨૦ ક્રિકેટ રમવાનું ચાલું રાખશે.
આ અવસરે તેમની પત્ની અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ ટ્‌વીટ કરી. સાનિયાએ શોએબના રિટાયર થવા પર લખ્યુ કે જીવનમાં દરેક અંતની એક નવી શરૂઆત હોય છે.
શોએબ મલિક આપ ગર્વની સાથે પોતાના દેશ માટે ૨૦ વર્ષ સુધી રમ્યા અને આપ આગળ પણ ઘણુ સન્માન અને વિનમ્રતાથી આવુ કરતા રહેશો. આપે જે કંઈ પ્રાપ્ત કર્યુ છે અને આપ જે છો, આ માટે પુત્ર ઈઝાન અને મને ગર્વ છે.

Related posts

લૉકડાઉન પછી રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે વેસ્ટ ઈન્ડીઝનો ૪ વિકેટે વિજય…

Charotar Sandesh

આઈસીસી રેન્કિંગ : બુમરાહે વર્લ્ડ નંબર-૧ વનડે બોલરનો તાજ ગુમાવ્યો…

Charotar Sandesh

સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી મળી રજા, કહ્યું-ટૂંક સમયમાં પરત ફરશે…

Charotar Sandesh