Charotar Sandesh
વર્લ્ડ

પીએમ મોદી હ્યુસ્ટનમાં : એનર્જી કંપનીઓ સાથે ૫૦ લાખ ટન LNG કરાર…

વડાપ્રધાન મોદીએ ઉર્જા કંપનીઓના ૧૭ સીઇઓ સાથે બેઠક કરી…

શીખ સમુદાયે મોદી સાથે કરી મુલાકાત, IGI એરપોર્ટનું નામ ગુરુ નાનક દેવ એરપોર્ટ કરવાની માગણી,મોદીએ કાશ્મીર પંડિત, શીખ અને વોહરા સમુદાયના લોકો સાથે મુલાકાત કરી…

USA : અમેરિકાના સાત દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સ્થાનિક સમય મુજબ બપોરે હ્યુસ્ટન પહોંચ્યા હતા. એરપોર્ટ પર ભારતીય સમુદાયનાં લોકો દ્વારા એમનું રેડ કાર્પેટ બિછાવીને, ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર અમેરિકાના ટ્રેડ એન્ડ ઈન્ટરનેશનલ અફેર્સ વિભાગના ડાયરેક્ટર ક્રિસ્ટોફર ઓલ્સન, અમેરિકા સ્થિત ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રિંગલા અને ભારત સ્થિત અમેરિકી રાજદૂત કેનેથ જસ્ટર તથા અન્ય અધિકારીઓ, મહાનુભાવો મોદીના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા.

ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરને અમેરિકાના એનર્જી પાટનગર, એનર્જી સિટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે મોદી એનર્જી ક્ષેત્રની ટોચની કંપનીઓના અધિકારીઓને મળ્યા હતા. મોદીએ અમેરિકાના એનર્જી સિટી કહેવાતા હ્યૂસ્ટમાં ઉર્જા કંપનીઓના ૧૭ CEO સાથે બેઠક કરી હતી. ઉર્જાના ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચેના સહયોગને વધારવાના ઉદ્દેશથી આ બેઠક કરાઈ છે.

ભારતીય પેટ્રોલિયમ કંપની પેટ્રોનેટે અહીં અમેરિકાની પ્રાકૃતિક ગેસ(LNG) કંપની ટેલ્યુરિન સાથે ૫૦ લાખ એલએનજી પ્રતિવર્ષ આયાત કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા. MoU પ્રમાણે, પેટ્રોનેટ ડ્રિક્ટવુડ હોલ્ડિંગમાં રોકાણ કરશે, જેનાથી પેટ્રોનેટને પ્રોજેક્ટના પહેલા તબક્કા અથવા બીજા તબક્કામાંથી દરવર્ષે ૫૦ લાખ ટન ન્દ્ગય્ ખરીદવાનો અધિકાર મળી જશે. ટેલ્યુરિન અને પેટ્રોનેટના કરારની લેવડદેવડ ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં પુરી થઈ જશે.

વડાપ્રધાન મોદી હ્યુસ્ટન શહેરમાં વસતા કશ્મીરી પંડિત સમુદાયનાં લોકોને મળ્યા હતા. ભારતની પ્રગતિ માટે મોદી સરકાર જે પગલાં લઈ રહી છે એ માટે આ સમુદાયનાં લોકોએ એમનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. હ્યુસ્ટનમાં વસતા ભારતીય દાઉદી વ્હોરા કોમનાં લોકોએ પણ વડા પ્રધાન મોદીનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું.

એવી જ રીતે, મોદી શીખ સમુદાયનાં લોકોને પણ મળ્યા હતા. ભારતમાં મોદી સરકારે અનેક સિદ્ધિસમાન નિર્ણયો લીધા એ બદલ શીખ સમુદાયે મોદીને અભિનંદન આપ્યા હતા. પીએમ સાથેની બેઠક દરમિયાન શીખ સમુદાયના લોકોએ એક મેમોરેન્ડમ પણ આપ્યો હતો. જેમા તેમણે ૧૯૮૪ ના શીખ વિરોધી રમખાણો, ભારતીય બંધારણની કલમ ૨૫ અને આનંદ મેરેજ એક્ટ, વિઝા અને પાસપોર્ટ જેવા મુદ્દા ઉભા ઉઠાવ્યા છે. આ સિવાય દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું નામ બદલીને ગુરુ નાનક દેવ આંતરરાષ્ટ્રીય વિમાનમથક કરવાની માંગ કરી છે.

  • Naren Patel

Related posts

H-1B વિઝા વિવાદ : ટ્રમ્પના આદેશ વિરુદ્ધ ૧૭૪ ભારતીયો કોર્ટ પહોંચ્યા…

Charotar Sandesh

લૉકડાઉનના અંત બાદ ચીન ધમધમતુ થયુઃ બે દિવસમાં ૧૦ લાખ લોકો આવ્યા…

Charotar Sandesh

ટ્રમ્પે જાણીબુઝીને કોરોના અંગે લોકોને ગેરમાર્ગે દોર્યાઃ હેરિસ

Charotar Sandesh