Charotar Sandesh
સ્પોર્ટ્સ

પુજારાએ ૫૦મી સેન્ચુરી મારી, સિદ્ધિ મેળવનાર નવમો ભારતીય બન્યો…

ન્યુ દિલ્હી : ભારતના સ્ટાર નંબર ૩ ચેતેશ્વર પુજારાએ શનિવારે રણજી ટ્રોફીમાં સેન્ચુરી મારી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રએ કર્ણાટક સામે રાજકોટમાં ૭૦ ઓવરમાં ૨ વિકેટે ૨૨૯ રન કર્યા છે. પુજારા ૧૨૪ રને રમી રહ્યો છે. આ પુજારાના ફર્સ્ટ ક્લાસ કરિયરની ૫૦મી સેન્ચુરી છે. તે આ સિદ્ધિ મેળવનાર નવમો ભારતીય બન્યો છે. સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકરે ભારત માટે સર્વાધિક ૮૧ ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી મારી છે.

પુજારા એક્ટિવ (અત્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા હોય) ક્રિકેટર્સમાં ચોથા ક્રમે છે. ઇંગ્લેન્ડનો પૂર્વ કપ્તાન એલિસ્ટર કુક (૬૫), ભારતનો પૂર્વ ઓપનર વસીમ જાફર (૫૭) અને દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કપ્તાન હાશિમ અમલા (૫૨) અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે. ટેસ્ટ ક્રિકેટ રમનાર ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ ૪૨ સદી સાથે સૌથી નજીક છે. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ ૩૪ અને ૩૨ સેન્ચુરી મારી છે.

Related posts

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ : ભારતનું સપનું તૂટ્યું, મેરી કોમને સેમિફાઈનલમાં મળી હાર…

Charotar Sandesh

રોહિત શર્માનો મુદ્દો ગરમાયો, BCCIએ વિરાટ કોહલી, રવિ શાસ્ત્રી સાથે કરી વાત…

Charotar Sandesh

આઇપીએલમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ દિનેશ કાર્તિકના નામે…

Charotar Sandesh