Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

પૂરગ્રસ્તોની વ્હારે આવ્યો અક્ષયકુમાર, રૂ. બે કરોડનું દાન કર્યું…

એક કરોડ રૂપિયા એણે પૂરગ્રસ્ત રાજ્ય માટે અને બીજા એક કરોડ રૂપિયા કાઝીરંગા નેશનલ પાર્ક માટે આપ્યા છે…

મુંબઈ,
ઈશાન ભારતના રાજ્ય આસામમાં પૂરની આફતે હાહાકાર મચાવ્યો છે. ત્યાંના ૩૩માંથી ૩૦ જિલ્લાઓમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે. લાખોની સંખ્યામાં લોકો તથા પશુ-ઢોરોની હાલત કફોડી થઈ ગઈ છે. એમને હિજરત કરવી પડી છે, વિસ્થાપિત થયા છે. આવા ભયાનક કુદરતી મેઘતાંડવમાં ત્યાંના લોકોની મદદ માટે બોલીવૂડ અભિનેતા અક્ષયકુમાર આગળ આવ્યો છે. એણે મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં કુલ બે કરોડની રકમ દાન રૂપે આપી છે.

એક કરોડ રૂપિયા એણે પૂરગ્રસ્ત રાજ્ય માટે અને બીજા એક કરોડ રૂપિયા કાઝીરંગા નેશનલ પાર્ક માટે આપ્યા છે.
અક્ષયે ટ્‌વીટ કરીને લખ્યું છે કે આસામમાં પૂરે વેરેલા વિનાશનાં દ્રશ્યો જાઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું છે. આવા મહાસંકટના સમયમાં ત્યાંના તમામ અસરગ્રસ્ત માનવીઓ તથા પ્રાણીઓને સહાયતા કરવી જાઈએ. હું મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં એક કરોડ રૂપિયા તેમજ કાઝીરંગા પાર્કમાં બચાવકાર્ય માટે અલગ એક કરોડ રૂપિયા દાનમાં આપીશ. આ રાષ્ટય એવોર્ડ વિજેતા અભિનેતાએ પૂરગ્રસ્તોની મદદ કરવાની દરેક જણને વિનંતી પણ કરી છે.

Related posts

શ્રીનગરમાં આતંકવાદીઓનું મોટું કાવતરું નિષ્ફળ થયું : ૫ કિલો આઈઈડી બોમ્બ મળી આવ્યો

Charotar Sandesh

ઉત્તર પ્રદેશના મઉમાં સિલિન્ડર બ્લાસ્ટથી મકાન પડતાં ૧૨નાં મોત…

Charotar Sandesh

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ મેટ ગાલા ઈવેન્ટમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક ગઈ હતી.

Charotar Sandesh