Charotar Sandesh
ગુજરાત

પૂર્વ IPS ડી જી વણઝારા અને નરેન્દ્ર અમીન આ બનાવટી કેસમાંથી પણ નિકળી ગયા

ગુજરાત કેડરના પુર્વ આઈપીએસ અધિકારી ડી જી વણઝારા અને નરેન્દ્ર અમીનને 2004માં થયેલા ઈશરત ઝહાન સહિત ચાર વ્યકિતઓના બનાવટી એન્કાઉન્ટર કેસમાંથી મુકત કરવાનો અમદાવાદની સીબીઆઈ કોર્ટે આદેશ કર્યો છે. વણઝારા અને અમીનની દલીલ હતી કે આ કેસમાં તેમને આરોપી બનાવી તેમના વિરૂધ્ધ કરવામાં આવેલી ચાર્જશીટ પહેલા તેમને સીઆરપીસી 197 પ્રમાણે રાજય સરકારની મંજુરી સીબીઆઈએ લીધી નથી. જેથી તેમને મુકત કરી દેવામાં આવે. સીબીઆઈ કોર્ટ દ્વારા આ મામલે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રાજયની મંજુરી વગર કાર્યવાહીનો મુદ્દો ગ્રાહ્ય રાખી તેમને મુકત કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વણઝારા અને અમીન સોરાહઉદ્દીન શેખના બનાવટી એન્કાઉન્ટર કેસના પણ આરોપી હતી જેમાં મુંબઈની ખાસ અદાલતે તેમને ગત વર્ષે મુકત કર્યા હતા આમ તેઓ બીજા  બનાવટી એન્કાઉન્ટર કેસમાંથી પણ નિકળી ગયા છે.
2004માં અમદાવાદ પોલીસ દ્વારા કોતરપુર વોટર વર્કસ પાસે ઈશરત સહિત જાવેદ, જીશાન અને અમઝદને ઠાર મારવામાં આવ્યા હતા, પોલીસનો દાવો હતો કે આ ચારે આંતકી હતા અને નરેન્દ્ર મોદીની હત્યાના ઈરાદે તેઓ આવ્યા હતા, આ મામલે ઈશરતની માતા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન કરી તપાસ માંગવામાં આવી હતી, આ અંગેની પહેલી તપાસ હાઈકોર્ટ દ્વારા નિયુકત ખાસ તપાસ દળે કરી હતી બાદમાં આ તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી, સીબીઆઈ પોતાની તપાસમાં એન્કાઉન્ટર બનાવટી હોવાનો દાવો કરી તમામ પોલીસ અધિકારીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કર્યુ હતું, સીબીઆઈનો દાવો હતો કે આ ચારે વ્યકિત પહેલાથી પોલીસ કસ્ટડીમાં હતી અને પોલીસે તેમની હત્યા કરી છે.
આ મામલે અગાઉ પુર્વ આઈપીએસ પી પી પાંડેયને પણ કોર્ટે મુકત કર્યા હતા જેને આધાર બનાવી વણઝારા અને અમીને પણ કોર્ટમાં અરજી કરી હતી તેમની સામે કાર્યવાહી કરતા પહેલા સીબીઆઈએ રાજય સરકારની મંજુરી લીધી નથી, જયારે સીબીઆઈની દલીલ હતી કે કોઈ સરકારી અધિકારી પોતાની ફરજના ભાગ રૂપે કોઈ કામ કરે અને ગુનો બને તો રાજયની મંજુરી જરૂરી છે પણ પરંતુ આ પોલીસ અધિકારીઓ હત્યા કરી હતી જે તેમની ફરજનો હિસ્સો ન્હોતો તેથી આ કેસમાં રાજયની મંજુરીની આવશ્યકતા નથી. સીબીઆઈ કોર્ટે લંબાણપુર્વક દલીલ સાંભળ્યા બાદ રાજયની મંજુરી જરૂરી છે તે મુદ્દો ગ્રાહ્ય રાખી વણઝારા અને અમીનને મુકત કર્યા છે.

Related posts

અમદાવાદમાં કોરોના બેકાબૂ, ખાનગી હોસ્પિટલમાં ૯૫% બેડ કોરોના દર્દીઓથી ભરાયા…

Charotar Sandesh

૧૬ જાન્યુ.ના રોજ વડાપ્રધાન મોદી રાજ્યના કુલ ૨૮૭ સ્થળોએ કોરોના વેક્સિન લોન્ચ કરાશે…

Charotar Sandesh

રાજ્યના ગામો-શહેરોમાં સૌને પીવાનું શુદ્ધ ફિલ્ટર્ડ પાણી પહોંચાડાય છે : મુખ્યમંત્રી

Charotar Sandesh