Charotar Sandesh
ગુજરાત

પોલીસ કેસમાં સરખું નામ હોવાથી પ્રસિદ્ધ ગાયિકા ભૂમિ પંચાલને પડી મુશ્કેલી

અમદાવાદમાં એક યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરવાના કેસમાં પોલીસ દ્વારા ગાયિકા ભૂમિ ડાહ્યાભાઈ પંચાલ સહિત તેના પિતા, ભાઈની ધરપકડ કરવામાં આવી હતી. ગાયિકા અને તેના પરિવારના સભ્યોની ધરપકડની વાત વાયુવેગે સોશિયલ મીડિયામાં ફેલાયી હતી. પરંતુ અમદાવાદમાં એક જ નામની બે ભૂમિ પંચાલ હોવાના કારણે આરોપી ભૂમિ પંચાલની જગ્યા પર લોકો પ્રસિદ્ધ ગાયિકા ભૂમિ પંચાલ સમજી બેઠાં હતા. જેના કારણે પ્રસિદ્ધ ગાયિકા ભૂમિ પંચાલનાં ફોટાઓ વાયરલ થવા લાગ્યા હતા.

આ અંગે પ્રસિદ્ધ ગાયિકા ભૂમિ પંચાલને જાણ થતા તેણે 30 એપ્રિલના રોજ પોતાના ફેસબુક અકાઉન્ટ પરથી લાઈવ થઈને સ્પષ્ટતા કરી હતી કે, હું સેફ છું, મારા ઘરમાં છું અને મને કશું જ થયું નથી. મારો ભાઈ અને મારા પિતાને પણ કશું થયું નથી. એટલે આ વાત કોઈ પાસેથી તમને મળતી હોય અથવા તો કોઈ કહેતા હોય, તો તમે તમારા મન પર લેતા પણ નહીં અને જે કોઈપણ લોકો પૂછતું હોય તે લોકોને ખાસ કહેજો કે, આવું કંઈ છે નહીં, કોઈ બીજી ભૂમિ પંચાલ વિષે આ હેડલાઈન આવી રહી છે. એટલે તમને બધાને ખાસ વિનંતી છે કે, કોઈ તમને પૂછે તો કહેજો કે, ના ભૂમિબેન તેમના ઘરમાં સેફ છે. તમારા બધાના આશીર્વાદથી હું સેફ છું.

ત્યારબાદ 2 મેના રોજ ભૂમિ પંચાલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 29 એપ્રિલના રોજ જે ઘટના બની અને મારા જેવું જ નામ ધરાવતી વ્યક્તિ છે, જેનું નામ પણ ભૂમિ પંચાલ છે. તે પણ બે વર્ષથી ગાયક કલાકાર છે અને હું પણ ગાયક કલાકાર છું. એમના પિતા અને એમની ધરપકડ થઇ હતી. ભૂમીબેનની એમના ભાઈની અને એમના પપ્પાની. મારા ફેમિલીમાંથી મારા પપ્પા કે, કોઈની પણ ધરપકડ થઇ નથી અને ઘણા લોકોએ સોશિયલ મીડિયાની અંદર ફેસબુક, ઈન્સ્ટાગ્રામની અંદર, વેબચેનલ કે, પ્રિન્ટ મીડિયા છે, તેની અંદર મારા ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પણ ખુલાસો એ કરું છું કે, હું એ વ્યક્તિ નથી એ ભૂમિ પંચાલ અલગ છે.

Related posts

આંદોલનકારી પ્રવિણ રામ આખરે આમ આદમી પાર્ટીમાં જોડાયા…

Charotar Sandesh

રૂપાણી સરકાર નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે તબક્કાવાર પાણી આપશે…

Charotar Sandesh

અરવલ્લીના મેઘરજની રેફરલ હોસ્પિટલના મહિલા વોર્ડની છત તૂટતા દર્દીઓમાં ભયનો માહોલ

Charotar Sandesh