Charotar Sandesh
ઈન્ડિયા

પ્રથમ તબક્કામાં ઝારખંડમાં ૧૩ બેઠકો પર ૬૩ ટકા મતદાન…

ગુમલા ક્ષેત્રમાં નક્સલીઓએ પુલ ઉડાવ્યો છતાં ભારે મતદાન…

કોંગ્રેસના ઉમેદવાર ખૂલ્લેઆમ હાથમાં રિવોલ્વર સાથે જોવા મળ્યા…

રાંચી : નક્સલવાદગ્રસ્ત ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ૧૩ બેઠકો માટે આજે મતદાનના દિવસે મતદારોએ નક્સલીઓનો કોઇપણ જાતનો ડર રાખ્યા વગર બપોરના ૩ વાગ્યા સુધી ૬૨.૮૭ ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાવ્યું હતું. કુલ ૮૧ બેઠકોમાંથી આજે શનિવારે છ જિલ્લાઓમાં ૧૩ બેઠકો માટે ભારે સુરક્ષા વચ્ચે મતદાન યોજાયું હતું. ૧૩ બેઠકો માટે કુલ ૧૮૯ ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં હતા.

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું. એક કે બે બનાવ સિવાય ચૂંટણી શાંતિપૂર્ણ રહી હતી. મતદાન દરમિયાન હુસેનાબાદ વિધાનસભા મત વિસ્તારના દેમા ગામમાં એજેએસયુના ઉમેદવાર કુશવાહા શિવપૂજન મહેતાના કાર્યકરો એનસીપીના કાર્યકરો સાથે અથડામણમાં ઉતર્યા હતા. તે જ સમયે, તેંડુઇ અને પાંસા ગામમાં એજેએસયુના સમર્થકો ભાજપના કાર્યકરો સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. તો બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર કે.એન. ત્રિપાઠી ચૈનપુરના કોસીયારા ગામે પોતાના હાથમાં રિવોલ્વર લહેરાતા જોવા મળ્યા હતા. તેને લિને વિવાદ સર્જાયો હતો. ભાજપના ઉમેદવાર આલોક ચૌરસિયા અને કોંગ્રેસના ઉમેદવાર કે.એન. ત્રિપાઠીના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું.

ભાજપના સમર્થકોએ કોંગ્રેસના ઉમેદવાર કે.એન. ત્રિપાઠીને બૂથ પર જતા રોક્યા હતા. જે બાદ સ્થળ ઉપર ઘર્ષણ શરૂ થયું હતું. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો હવામાં હથિયારો લહેરાવતા જોવા મળ્યા હતા. તેમની કારમાં તોડફોડ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે આ મામલે જિલ્લા વહીવટી તંત્રનો રિપોર્ટ માંગ્યો છે.

ગુમલાના બિશુનપુર બ્લોકમાં ઘાઘરાથી કાઠ્ઠોટકવા તરફનો રસ્તો નક્સલવાદીઓએ ઉડાવી દીધો હતો. નક્સલવાદીઓએ મતદાનમાં ખલેલ પહોંચાડવા માટે આ કર્યું હતું. પરંતુ મતદાન પર તેની બહુ અસર જોવા મળી નહોતી. સવારથી જ મતદારોમાં મતદાનને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બપોરે ૩ વાગ્યા સુધીમાં કુલ ૬૨.૮૭ ટકા મતદાન નોંધાયું હતું. જોકે, સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયા બાદ, ઘણા બૂથ પર ઇવીએમ ખામી હોવા અને વીજળી ન હોવાની ફરિયાદો ઉઠી હતી.

પલામુના ડાલ્ટનગંજમાં કોંગ્રેસના ઉમેદવાર કે.એન. ત્રિપાઠીએ મત આપ્યો હતો. ઓલ ઝારખંડ વિદ્યાર્થી સંઘ (એજેએસયુ) ના નેતા કમલ કિશોર ભગત અને તેમની પત્ની અને એજેએસયુના ઉમેદવાર નીરુ શાંતિ ભગતને મત આપ્યો હતો. લોહરદગામાં રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુએ મતદાન પછી પ્રથમ તબક્કાની નવથી દસ બેઠકો પર ગઠબંધનની જીતનો દાવો કર્યો હતો. ભાજપના ઉમેદવાર સુખદેવ ભગત પણ મતદાન કરી વિજયનો દાવો કર્યો હતો.

Related posts

િહન્દુ યુવતીઓનું બળજબરીથી ધર્માંતરણ થયુ નથીઃ પાક. હાઈકોર્ટ

Charotar Sandesh

કાફે કોફી ડેના માલિક વી.જી.સિદ્ધાર્થનો મૃતદેહ ૩૬ કલાક બાદ મળ્યો…

Charotar Sandesh

દેશમાં અગ્નિવીરો માટે ભરતીનો મંચ તૈયાર : અગ્નિપથથી આઈએએફનું સપનું થશે પુરૂ

Charotar Sandesh