Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી લેવી જાઇએ : શત્રુઘ્ન સિંહા

ન્યુ દિલ્હી,
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા હત્યાકાંડ પર યોગી સરકાર વિરુદ્ધ હલ્લા બોલ કર્યું. તેમને સોનભદ્ર જતા અટકાવવામાં આવ્યા, જેની વિરુદ્ધ પ્રિયંકા ગાંધીએ ધરણા કર્યા. પ્રિયંકાના આ એક્શનના કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિંહાએ ખૂબ જ વખાણ કર્યા. શત્રુઘ્ન સિંહાએ ટ્‌વટ કરીને લખ્યું. પ્રિયંકાએ આના દ્વારા પૂર્વ વડાપ્રધાન ઇન્દરા ગાંધીની યાદ અપાવી દીધી. તે સાથે જ તેમણે લખ્યું કે, હવે તેમણે પાર્ટી અધ્યક્ષની જવાબદારી સંભાળી લેવી જાઈએ.

સોમવારે સવારે શત્રુઘ્ન સિંહાએ પ્રિયંકા ગાંધીને લઈને સતત ટ્‌વટ કર્યા. તેમણે લખ્યું કે, સોનભદ્રમાં જે કંઈ થયું, તેને લઈને પ્રિયંકા ગાંધી જે રીતે એક્શનમાં આવ્યા, તેને કારણે ઇન્દરા ગાંધીની યાદ આવી ગઈ. બેલચી મામલા દરમિયાન જે રીતે ઇન્દરા ગાંધી હાથી પર સવાર થઈને પહોંચ્યા હતા, આ કંઈક આવું જ હતું. પ્રિયંકા ગાંધી પૂરા જાશની સાથે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે ધરપકડનો પણ હંસીને સ્વીકાર કર્યો.

પૂર્વ સાંસદે લખ્યું કે, પ્રિયંકાએ આ પળમાં ખૂબ જ શાનદાર કર્યું છે. હું તેમને અપીલ કરવા માગુ છું કે, પાર્ટીના પ્રમુખ બનીને અમારું નેતૃત્વ કરો. જા આવું થશે તો તે કોંગ્રેસ પાર્ટીના મનોબળ માટે તે ખૂબ જ સારું કહેવાશે.

Related posts

વેક્સિનેશન પુરજોશમાં : ભારતમાં ફૂલ્લી વેક્સિનેટેડની સંખ્યા ૬૮ કરોડને પાર થઈ

Charotar Sandesh

ભારતમાં વિદેશી રોકાણ વધશે, ગ્રોથ રેટ સાત ટકા થશે : IMF

Charotar Sandesh

આગામી બે વર્ષમાં ૨૫ લાખ યુવાઓને રોજગારી મળશે : યોગી આદિત્યનાથ

Charotar Sandesh