ઓડિશામાં ત્રાટકેલા ફેની વાવાઝોડાને કારણે કુલ ૩૮ લોકોના મોત થયા છે. આ વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં ભારે નુકસાન થયું છે. ફેની તોફાનને કારણે ઓડિશાના ૧૧ જિલ્લાના ૧૪,૮૩૫ ગામોના લગભગ ૧.૦૮ કરોડ લોકો પ્રભાવિત થયા છે.
વડાપ્રધાન મોદીએ ચક્રવાતી તોફાન ફાનીથી પ્રભાવિત ઓડિશા માટે ૧૦૦૦ કરોડ રાહત પેકેજની જાહેરાત કરી છે. સોમવારે ભુવનેશ્વરમાં ફાની પ્રભાવિત વિસ્તારોનું હેલિકોપ્ટરથી સર્વે કર્યા બાદ મોદીએ આ જાહેરાત કરી છે. પીએમ મોદીએ કે ઓડિશાની નવીન પટનાયક સરકારે ઘણું સારું કામ કર્યું.
પીએમ મોદીએ કે, કેન્દ્ર સરકાર દરેક પગલે ઓડિશાની સાથે છે. કેન્દ્ર અને રાજ્યએ મળીને કામ કર્યું. વડાપ્રધાને કÌšં કે, અમે ઓડિશાને શક્્ય એટલી બધી મદદ કરીશું. આ પહેલા કેન્દ્ર સરકારે તોફાન આવ્યા પહેલા ઓડિશાને ૩૮૧ કરોડનું રાહત પેકેજ આપ્યું હતું.