Charotar Sandesh
બોલિવૂડ

ફિલ્મ્સમાંથી ૧૩ વર્ષના બ્રેકનો નિર્ણય સમજી વિચારીને લીધો હતો : શિલ્પા શેટ્ટી

મુંબઈ : ૧૩ વર્ષ બાદ શિલ્પા શેટ્ટી ડિરેક્ટર શબ્બીર ખાનની ‘નિકમ્મા’થી કમબેક કરી રહી છે. શિલ્પા છેલ્લે વર્ષ ૨૦૦૭મા ‘લાઈફ ઈન અ મેટ્રો’ તથા ‘અપને’માં જોવા મળી હતી. ૧૫ વર્ષની ઉંમરમાં એક્ટિંગ ડેબ્યૂ કરનાર શિલ્પાને પહેલું કામ નસીબથી મળી ગયું હતું. હાલમાં જ શિલ્પાએ એક ચેટ શોમાં આ અંગે વાત કરી હતી.
શિલ્પાએ કહ્યું હતું કે તે આ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો હતી. ભલે તે ફિલ્મ્સમાં નહોતી પરંતુ સતત કામ કરતી હતી. તમને ત્યારે એવું ફીલ થાય કે તમે લાઈમ-લાઈટથી દૂર છો, જ્યારે તમને લાગે કે તમે પ્રસિદ્ધિથી દૂર થઈ ગયા છો અને લોકો તમને ભૂલી રહ્યાં છે. તેને આવું ક્યારેય લાગ્યું નહોતું કારણ કે તે સતત ટીવી પર આવતી જ હતી. તેણે ફિલ્મ્સમાં જાણી જોઈને સમજી વિચારીને બ્રેક લીધો હતો.
સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી શિલ્પાએ કહ્યું હતું કે તેને ક્યારેક-ક્યારેક એવું ફીલ થાય છે કે ઈન્સ્ટાગ્રામે તેને ઘણી જ કૂલ બનાવી દીધી છે. જોકે, તે આ પહેલાં ક્યારેય કૂલ નહોતી. એક ઘટના અંગે શિલ્પાએ કહ્યું હતું કે જ્યારે તેણે ડ્રાઈવિંગની શરૂઆત કરી હતી ત્યારે એક ચાહક બોનટ પર આવીને બેસી ગયો હતો અને આનાથી તે ઘણી જ ડરી ગઈ હતી. ત્યારથી લઈને આજ સુધી તે ફિલ્મ્સ સિવાય ડ્રાઈવ કરતાં તેને ઘણો જ ડર લાગે છે.

Related posts

ત્રણ દિવસમાં ‘મિશન મંગલ’ ૭૦ કરોડને પાર, ‘બાટલા હાઉસ’એ ૩૫ કરોડની કમાણી કરી…

Charotar Sandesh

કેન્સર સામે લડી રહેલા સંજય દત્તની તસ્વીર જોઈ પ્રસંશકો ચોક્યા, રીકવરીની કરી પ્રાર્થના

Charotar Sandesh

ફિલ્મ ‘સાંડ કી આંખ’નું નવું પોસ્ટર રિલીઝ

Charotar Sandesh