Charotar Sandesh
બોલિવૂડ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ૧૦૦ ટકા ધર્મનિરપેક્ષ નથી : જોન અબ્રાહમ

બોલીવુડ અભિનેતા જૉન અબ્રાહમનું કહેવું છે કે ફિલ્મ ઇંડસ્ટ્રી ધર્મનિરપેક્ષ નથી. ઇન્ડસ્ટ્રી ૧૦૦ ટકા ઘર્મનિરપેક્ષ નથી. તે બે ભાગમાં વેચાઇ ગઇ છે અને તે જીંદગીની હકીકત છે. મુંબઇમાં તેની આગામી ફિલ્મ ‘બાટલા હાઉસ’ના પ્રમોશન દરમિયાન એક સમારોહમાં ઉપસ્થિત જૉને આ અંગે તેના વિચાર રાખતા કહ્યું, ‘સમસ્યા એવી છે કે દુનિયા બે ભાગમાં વેચાયેલી છે. મારી ફિલ્મમાં એક ડાયલૉગ છે, એવું નથી કે કોઇ એક સમુદાય ભોગવી રહ્યો છે, પરંતુ આખી દુનિયા ભોગવી રહી છે’ ડોનાલ્ડ ટ્રમ્પને જુઓ, બ્રેક્જિટ એવું પણ લાગે છે કે આ સૌથી સારો દેશ છે અને સૌથી સારી ઇન્ડસ્ટ્રી છે’.
જૉનનું પણ માનવું છે કે સોશિયલ મીડિયાને ગંભીરતાથી ન લેવું જોઇએ. કારણકે જે ટ્રોલ કે છે તેનો ચહેરો નથી હોતો.
બોલીવુડમાં આજકાલ સત્ય ઘટનાઓ પર બની રહેલી ફિલ્મોમાં જૉને કહ્યુ કે, વાત આર્ટિકલ-૧૫, સુપર-૩૦ કે ઉરી, મને લાગે છે અમે અત્યારે સારી કહાનીઓ જણાવી રહ્યા છીએ.

Related posts

પીવી સિંધુની ઐતિહાસિક જીત પર બોલિવૂડે શુભેચ્છા પાઠવી..

Charotar Sandesh

અચાનક ૨૪ કલાકમાં બે વખત સંભાવના શેઠની તબિયત લથડતા સારવાર માટે ખસેડાઈ…

Charotar Sandesh

’અનુપમા’ ફેમ અલ્પના બુચ અને નિધિ શાહ થયા કોરોના સંક્રમિત…

Charotar Sandesh