Charotar Sandesh
બોલિવૂડ

ફિલ્મ ખાલી પીલીમાં હું એક મુંબઇની યુવતીનું પાત્ર ભજવી રહી છું : અનન્યા પાંડે

મુંબઇ : અનન્યા પાંડેએ પોતાની કારકિર્દીની શરૂઆત ‘સ્ટૂડન્ટસ ઓફ ધ યર ટુ’થી કરી હતી. હાલ તે પોતાની આવનારી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે આવનારી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.જેમાં તે એક અલગ જ અવતારમાં જોવા મળશે.

ફિલ્મ ‘ખાલી પીલી’માં હું એક મુંબઇની યુવતીનું પાત્ર ભજવી રહી છું. આ માટે મારે બમ્બૈયા લેન્ગવેજ બોલવી પડશે. જે ‘ગલી બોય’માંઆલિયા ભટ્ટે બોલી હતી તેવી જ ભાષા મારે બોલવી પડશે.હું જાણતી નથી કે આલિયાની માફક જ હું સારી રીતે આ બોલી બોલી શકીશ. પરંતુ આ માટે હું પૂરતા પ્રયાસ કરીશ.આ અનુભવનો મને ઉત્સાહ છે. મારી હાલની આવનારી ફિલ્મમાં હું દિલ્હીની ભાષા બોલનારી યુવતીનું પાત્ર ભજવું છું, તેમ અનન્યા એ જણાવ્યું હતું.

ટપોરી ભાષા બોલતી ફિલ્મમાં અનન્યા સાથે ઇશાન ખટ્ટર કામ કરી રહ્યો છે. તેણે વધુમાં કહ્યું હતું કે, મને ખુશી છે કે, હું ફિલ્મોમાં અલગ-અલગ બોલી બોલવાની કોશિષ કરીરહી છું. મને પણ આમાં આનંદ આવે છે.

Related posts

રુસો બ્રધર્સ ટોમ હોલાંડ સાથે નાના બજેટની ફિલ્મ બનાવશ

Charotar Sandesh

આદિત્ય પંચોલીએ કંગના રનૌત વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી

Charotar Sandesh

ટાઈગર શ્રોફ તથા દિશા પટનીની વિરુદ્ધ મુંબઈ પોલીસે FIR દાખલ કરી, માતા આયેશા ભડકી

Charotar Sandesh