Charotar Sandesh
બોલિવૂડ

ફિલ્મ ગુડન્યૂઝ નો બે દિવસ માં ધમાકેદાર બિઝનેશ, કરોડો ની કમાણી…

મુંબઇ : બોલિવુડ એક્ટર અક્ષય કુમાર અને કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ ગુડ ન્યૂઝે પહેલા દિવસે જ ધમાકેદાર બિઝનેશ કર્યો. ફિલ્મે ૧૭ કરોડ ૫૬ લાખ રૂપિયાની કમાણી કરતા પોતાનું ખાતુ ખોલ્યું છે. બીજા દિવસે ફિલ્મની કમાણીમાં ખૂબ ઉછાળ જોવા મળ્યો અને ફિલ્મે ૨૧ કરોડ ૭૮ લાખ રૂપિયાનો બિઝનેશ કર્યો. ફિલ્મનો અત્યાર સુધીનો કુલ બિઝનેશ ૩૯ કરોડ ૩૪ લાખ રૂપિયા થઈ ગયો છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા પોતાના ટિ્‌વટર હેન્ડલ પર જાહેર કર્યા છે. તરણે લખ્યું- ‘ગુડ ન્યુઝ પોતાના નામની જેમ જ આવી છે. મેટ્રો સિટીઝમાં આટલા કમાલનો બિઝનેસ કર્યો છે. ટિયર-૨ સિટીઝના મલ્ટીપ્લેક્સોમાં તેણે ખૂબ સારો બિઝનેસ કર્યો છે. સાથે જ ભીડ ભાડ વાળી જગ્યામાં ફિલ્મ ખૂબ ચાલી છે.

ફિલ્મ મેકર્સની નજર હવે રવિવારના આંકડાઓ પર રહેશે. તરણ આદર્શે જણાવ્યા અનુસાર ફિલ્મ પોતોના ત્રીજા દિવસના જંપની સાથે જ ૬૫ કરોડ ક્લબમાં શામેલ થઈ જશે. ફિલ્મની કહાની ૈંફહ્લ ટેકનોલોજી અપનાવી રહેલા બે કપલની વચ્ચે મિક્સઅપ પર આધારિત છે. ફિલ્મ ગુડ ન્યુઝ વરૂણ અને દીપ્તિ બત્રા એક મોડર્ન અને હાઈ-ફાઈ કપલની કહાની છે તે બન્ને મુંબઈમાં રહે છે.

Related posts

કેન્સર સામે લડી રહેલ એક્ટર મોડલ દિવ્યા ચોક્સીનું નિધન…

Charotar Sandesh

દીપિકા પાદુકોણને ઝટકો… હાઇકોર્ટે ‘છપાક’ પર પ્રતિબંધ લગાવ્યો…

Charotar Sandesh

હોલિવૂડ ફિલ્મ ‘અલ્લાદીન’માં અરમાન મલિક અને બાદશાહનો કંઠ હશે

Charotar Sandesh