Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

ફિલ્મ ચેહરેમાં અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક જાહેર

બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચન તથા ઈમરાન હાશ્મી પહેલી જ વાર ફિલ્મ ‘ચેહરે’માં સાથે કામ કરી રહ્યાં છે. ૧૦ મેથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. અમિતાભ બચ્ચને હાલમાં તેમનો લુક રીવિલ કર્યો હતો. બિગ બીએ Âટ્‌વટર પર ફિલ્મના એક સીનની તસવીર શૅર કરી હતી.
અમિતાભ બચ્ચન લાંબી સફેદ દાઢી તથા માથા પર ટોપી પહેરલાં જાવા મળ્યાં છે. આ મિસ્ટ્રી થ્રિલર ફિલ્મને ‘ગોડ તુસ્સી ગ્રેટ હો’, ‘લાઈફ પાર્ટનર’ ફેમ ડિરેક્ટર રૂમી જાફરી ડિરેક્ટ કરી રહ્યા છે જ્યારે આનંદ પંડિત આ ફિલ્મના પ્રોડ્યૂસર છે. ફિલ્મ આવતા વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.
ઈમરાન હાશ્મીએ Âટ્‌વટર પર એક ઈન્ટરેÂસ્ટંગ વાત શૅર કરી હતી. ઈમરાને કÌšં હતું, ‘અજીબ સંયોગ, ગઈ કાલે મારો પહેલો સીન મિસ્ટર બચ્ચન સાથે હતો અને તેમની સાથે વાતચીત કરતાં ખ્યાલ આવ્યો કે ગઈ કાલે જ ‘ઝંઝીર’ને ૪૬ વર્ષ પૂરા થયા હતાં. આ ફિલ્મમાં મારી દાદીએ અમિતાભ બચ્ચનની માતાની નાનકડી ભૂમિકા ભજવી હતી.

Related posts

સબરીમાલા વિવાદઃ કેસ હવે સાત જ્જોની બેન્ચને સુપ્રત કરાયો…

Charotar Sandesh

કોરોના વેક્સિનનો એક ડોઝ કોરોનાથી મોત થનારને રોકવામાં ૮૨ ટકા અસરકારક…

Charotar Sandesh

શ્રીનગરમાં આતંકીઓનું અંધાધૂંધ ફાયરિંગ : બે પોલીસ શહિદ : જમ્મુ-કાશ્મીરમાં ત્રણ આતંકીઓ ઠાર…

Charotar Sandesh