Charotar Sandesh
બોલિવૂડ

ફિલ્મ છપાલ એક પણ કટ વગર પાસ : ૧૦ જાન્યુ.એ રિલિઝ થશે…

મુંબઇ : સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (કેન્દ્રીય સેન્સર બોર્ડ)એ દીપિકા પદુકોણ અભિનીત ‘છપાક’ ફિલ્મને ‘ેં’ સર્ટિફિકેટ આપ્યું છે અને એને કોઈ પ્રકારની કાપકૂપ વગર પાસ કરી દીધી છે. સેન્સર બોર્ડ છેલ્લા ૪-૫ વર્ષથી ઘણું સખત અને રૂઢિવાદી બન્યું છે. અમુક ચોક્કસ ફિલ્મોમાં એણે ઘણા કટ કરવાની નિર્માતાઓને ફરજ પાડી હતી જેને કારણે ઘણા વિવાદો સર્જાયા હતા. પરંતુ એવાય ઘણા દાખલ જોવા મળ્યા છે જેમાં સેન્સર બોર્ડે ફિલ્મના નિર્માણ પાછળનો મૂળ હેતુ સમજ્યો હતો અને ફિલ્મને કોઈ પ્રકારના કાપ વગર પાસ કરી દીધી હતી.

મેઘના ગુલઝાર દિગ્દર્શિત ‘છપાક’ ફિલ્મ ૨૦૨૦ની સાલની પહેલી ફિલ્મ બની છે જેને સેન્સર બોર્ડે કોઈ પ્રકારના રોષ કે વિરોધ વગર પાસ કરી દીધી છે અને એને ‘U’ સર્ટિફિકેટ પણ આપ્યું છે.

દીપિકા પદુકોણ અભિનીત આ ફિલ્મમાં એસિડ હુમલાનો ભોગ બનેલી છોકરી લક્ષ્મી અગ્રવાલનાં જીવન પર આધારિત છે. દીપિકાએ લક્ષ્મીનો રોલ ભજવ્યો છે. ‘છપાક’ ફિલ્મ આવતી ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર ૨ ડિસેંબરે રિલીઝ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ૬ ડિસેંબરે સેન્સર બોર્ડે એને પાસ કરી દીધી હતી. ફિલ્મ ૧૨૩ મિનિટની છે.

Related posts

‘કહાની-૩’માં તાપસી પન્નુ જોવા મળશે..?!!

Charotar Sandesh

‘ફિલહાલ’એ ધૂમ મચાવી, સૌથી ઝડપી ૨૦૦ મિલિયન વ્યૂ ક્રોસ કર્યા…

Charotar Sandesh

કૃતિ સેનને સો.મીડિયા પર શેર કરી ગ્લેમરસ તસ્વીર, અમિતાભ બચ્ચને કરી તારીફ…

Charotar Sandesh