વર્સીટાઇલ એક્ટર રાજ કુમાર રાવ અને કંગના રનૌત સ્ટારર અને પ્રોડયુસર- ડાયરેકટર એકતા કપુર દ્રારા નિર્મતી ફિલ્મ ‘મેન્ટલ હૈ કયા’નો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્રારા અરજી પર વઘુ સુનાવણી ૧૧’ જુનનાં રોજ નિર્ધારીત કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે બાલાજી ટેલી ફિલ્મનાં બેનર હેઠળ બની રહેલી ફિલ્મનાં ટાઇટલમાં ‘મેન્ટલ” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાં વિરૂધ્ધમાં ઇન્ડીયન સાઇકિયાટ્રીસ્ટ સોસાયટીનાં પ્રેસીડેન્ટ ડો. મૃગેશ વૈષ્ણવ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી કરવામાં આવી છે. જા કે ચીફ જસ્ટીસે અરજદારને સંબંધીત ઓથોરીટી સમક્ષ રજૂઆત કરવાની છુટ આપવાની સાથે વધુ સુનાવણી ૧૧’જુને મુકરર કરી છે.
“મેન્ટલ હૈ કયા” ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશન દ્વારા હજુ સુધી સર્ટીફીકેટ આપવામાં આવ્યું નથી. ત્યારે ફિલ્મને સર્ટીફીકેટ આપતા પહેલા સેન્સર બોર્ડ અરજદારની વાતને ધ્યાનમાં લેતું હોય છે. ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસે સેન્સર બોર્ડને આદેશ કર્યો છે કે ડો. મૃગેશ વૈષ્ણવની અરજીમાં જણાવાયું છે કે ફિલ્મનું ટીઝર રીલીઝ થયું છે, તે ઇન્સલ્ટીંગ છે. જે લોકોને સાયકોપેથીક બનાવે છે. ફિલ્મનાં ટાઇટલ અને ટીઝર સામે જાહેર હીતની અરજી કરવામાં આવી છે અને છેક પીએમઓ સુધી ફરીયાદ કરવામાં આવી છે. ત્યારે આ મામલે યોગ્ય પગલા લેવા જાઇએ.