Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

ફોર્ચ્યુન ગ્લોબલ-૫૦૦ લિસ્ટમાં રિલાયન્સ દેશની ટૉપ કંપની બની…

રિલાયન્સે ૪૨ ક્રમની છલાંગ લગાવી આઇઓસીને પાછળ છોડ્યુ…

ન્યુ દિલ્હી,
ફોર્ચ્યૂન ગ્લોબલ-૫૦૦ લિસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દેશની ટોપ કંપની બની ગઈ છે. રિલાયન્સે રેન્કમાં ૪૨ ક્રમની છલાંગ લગાવીને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)ને પાછળ છોડી દીધું છે. દુનિયાભરની કંપનીઓના લિસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો ૧૦૬મો ક્રમ છે.IOCનો ૧૧૭મો નંબર છે. ગત વર્ષે રિલાયન્સનો ૧૪૮મો અને IOCનો ૧૩૭મો નંબર હતો.

રિલાયન્સની રેવેન્યૂ એક વર્ષમાં ૩૨% વધી, IOCનો ૧૮% ગ્રોથઃરિલાયન્સ સતત ૧૬ વર્ષથી ફોર્ચ્યૂના ગ્લોબલ-૫૦૦ લિસ્ટમાં સામેલ છે. કંપનીની રેવેન્યૂ ૨૦૧૮ના ૬૨.૩ અબજ ડોલરની સરખામણીએ ૩૨.૧% વધીને ૮૩.૯ અબજ ડોલર થઈ છે. બીજી તરફ આઈઓસીના રેવેન્યૂમાં ૧૭.૭%નો ગ્રોથ નોંધાયો છે. જે ૬૫.૯ અબજ ડોલરથી વધીને ૭૭.૬ અબજ થઈ ગયો હતો. ગત ૧૦ વર્ષોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રેવેન્યૂનો કંપાઉન્ડ એન્યુઅલ ગ્રોથ ૭.૨% જ્યારે IOCનો ૩.૬૪% રહ્યો છે.

અમેરિકાની રિટેલ કંપની વોલમાર્ટ આ વર્ષે પણ ટોપ પર છે. ચીનની સરકારી ઓઈલ એન્ડ ગેસ કંપની સિનોપેક બીજા નંબરે છે. ડચ કંપની રોયલ ડચ શેલનો ત્રીજો, ચાઈના નેશનલ પેટ્રોલિયમનો ચોથો અને ચીનની જ સ્ટેટ કંપનીનો ચોથો નંબર છે. સાઉદી અરબની ઓઈલ કંપની સાઉદી અરામકો પહેલી વખત ટોપ -૧૦માં આવી છે. જેનો ૧૦મો ક્રમ છે. ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી કંપનીઓના વિતેલા એક વર્ષના રેવેન્યૂના આધારે આ રેકિંગ કરવામાં આવ્યા છે. ફોર્ચ્યૂન દર વર્ષે દુનિયાભરની ટોપ-૫૦૦ કંપનીઓના ક્રમને જાહેર કરે છે.

Related posts

CBSE બોર્ડનું ધોરણ 12નું રિઝલ્ટ જાહેર, આ રીતે ચેક કરો તમારું રિઝલ્ટ

Charotar Sandesh

યુપીના બાંદામાં એક સાથે ૧૫ ગાયોના મૃતદેહ મળી આવતા હડકંપ, રિપોર્ટ બાકી…

Charotar Sandesh

શોપિયાંમાં એન્કાઉન્ટરમાં ૩ આતંકી ઠાર, એકે કર્યું આત્મસમર્પણ…

Charotar Sandesh