Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

બનાસકાંઠાના સરહદી જિલ્લામાં ફરી તીડનો આતંક મંડરાયો…

બનાસકાંઠા : ગુજરાના સરહદી વિસ્તારમાં તીડનો આતંક નાબૂદ થવાનું નામ જ નથી લેતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરીથી તીડોના ધામા જોવા મળ્યા છે. વાવના કુંડાળીયા, રાધાનેસડા અને બોર્ડર વિસ્તારમાં તીડોના ઝુંડો ફરી રહ્યાં છે, જેને કારણે ઉભા પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે. કુંડાળીયામાં ખેડૂતોએ ટ્રેકટર ઉપર ડ્રમ લગાવી જાતે તીડો ઉપર દવાનો છંટકાવ શરૂ કર્યો છે. તો કેન્દ્ર અને રાજ્યસરકારની તીડ નિયંત્રણની ટીમો હાલ તીડગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી છે. તો બીજી તરફ, જલ્દીથી તીડોની નાશ કરાય તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનને અડીને આવેલા નડાબેટના ઝીરો પોઇન્ટ ઉપર ફરીથી તીડનું ઝુંડ દેખાતા જિલ્લાના ખેડૂતો ભયભીત બન્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં ૧૭ દિવસ સુધી તીડોએ આતંક મચાવી ૧૩ તાલુકાઓના ૧૧૪ જેટલા ગામડાઓમાં તરખાટ મચાવ્યો હતો. ખેડૂતોના ખેતરમાં ઉભેલો એરંડા, દાડમ, જીરું, રાયડા તેમજ અન્ય રવિ પાકનો સફાયો બોલાવ્યો હતો. જેમાં તીડોએ ૫૮૪૨ ખેડૂતોની ૧૨,૧૦૯ હેક્ટર જમીનમાં નુકશાન કર્યું હતું. આ દિવસોમાં તીડનો નાશ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ૧૧૭ ટીમોએ દવાનો છંટકાવ કરીને તીડોનો નાશ કર્યો હતો. જોકે હજુ સુધી ખેડૂતોને નુકશાનીનું વળતર મળ્યું નથી. ત્યારે ફરીથી તીડ આવી ગયા છે. પાલનપુર તાલુકાના વસણા ગામના ખેડૂતો સરકાર પાસે અપેક્ષા કરી રહ્યા છે કે, સરકાર કોઈપણ રીતે તીડનું નિયંત્રણ કરે જેના કારણે તીડ જિલ્લામાં પ્રવેશે નહિ અને ખેડૂતો પાયમાલ થતા બચી શકે.

Related posts

૧૫મી ઓગસ્ટે ડોક્ટર, નર્સ અને કોરોના વોરિયર્સની હાજરીમાં ધ્વજવંદન કરવું : કેન્દ્રીય ગૃહમંત્રાલયે…

Charotar Sandesh

ગુજરાતમાં આ તારિખે વરસાદનું આગમન થશે : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી

Charotar Sandesh

ચૂંટણી માટે બીજેપીના સ્ટાર પ્રચારકનું લિસ્ટ જાહેર : અલ્પેશ ઠાકોર ઇન, વાઘાણી આઉટ…

Charotar Sandesh