Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

બનાસકાંઠામાં ભારે વરસાદ, પાટણમાં એનડીઆરએફની ટીમ તૈનાત

  • પાલનપુરમાં એનડીઆરએફના ૩૩ જવાનોની ટીમ ૩ દિવસ સ્ટેન્ડ બાય રહેશે

પાટણ,
પાટણ જિલ્લામાં પણ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને વાવાઝોડાની ભીતિને પગલે એનડીઆરએફની ટીમ પાટણ આવી પહોંચી છે. ૨૭ સભ્યોની એનડીઆરએફની ટીમ બચાવ સાધન સામગ્રી સાથે સજ્જ છે. ભારે વરસાદની આગાહીને પગલે બચાવ કામગીરી ઝડપી થઈ શકે તેમાટે એનડીઆરએફની ટીમ પાટણ સ્ટેન્ડ બાય રખાઈ છે. જિલ્લામાં બે દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.

બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે. વાયુ વાવાઝોડું ઓછી તાકાતથી પુનઃ સક્રિય થતા હવામાનનો પલટો વરસાદ લાવ્યો છે. જોકે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા વરસાદ સામે રાહત મદદની આગોતરી બચાવ વ્યવસ્થા કરાઈ છે. તાકીદના રાહત મદદ પ્રસંગે પાલનપુરમાં ત્રણ દિવસ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે જે આગામી ૧૮,૧૯ તારીખ સુધી ટીમ પાલનપુરમાં રોકાશે.

મંગળવારે પણ છુટાંછવાયાં વરસાદી ઝાપટાંનો દોર યથાવત રહ્યો હતો. સોમવારે સતત છઠ્ઠા દિવસે મહેસાણા, ડીસા અને પાટણમાં ઝાપટાં વરસ્યાં હતાં. તો ઇડર, વડાલી અને હિંમતનગરમાં તેજ પવન સાથે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. સોમવારે વહેલી સવારથી ઉત્તર ગુજરાત કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. સાંજે ૬ વાગ્યા સુધીમાં ઇડરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ડીસા અને તલોદમાં ૩ મીમી, સરસ્વતી, દિયોદર અને હિંમતનગરમાં ૨ મીમી વરસાદ નોંધાયો હતો.

Related posts

હવે સીએનજી ભાવ વધારા મુદ્દે રિક્ષાચાલકો રાજ્યવ્યાપી હડતાલ કરશે

Charotar Sandesh

વડાપ્રધાને કેશુબાપા તથા કનોડિયા બંધુઓને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારને સાંત્વના આપી…

Charotar Sandesh

મોંઘવારીનો માર : સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ૨૫ રુપિયાનો વધારો

Charotar Sandesh