Charotar Sandesh
ઈન્ડિયા

બાબા રામદેવનું યુ-ટર્નાસનઃ વિદેશી કંપનીઓ સાથે કરશે ભાગીદારી..!

ન્યુ દિલ્હી : સતત ઈન્ટનેશનલ કંપનીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા અને તેમનો વિકલ્પ હોવાનો દાવો કરનારી કરનારી પતંજલીએ પોતાના વલણ પરથી હવે યૂ-ટર્ન માર્યો છે. ઉલ્લેખનીય છે કે બાબા રામદેવે સ્વદેશીનો ઢંઢેરો પીટીને પતંજલીનું ખૂબ માર્કેટિંગ કર્યું હતું. ત્યારે હવે પતંજલી આયુર્વેદ હવે ઈન્ટરનેશનલ કંપનીઓ સાથે હાથ મિલાવવા માટે તૈયાર થઈ ચૂકી છે.પ્રાપ્ત વિગતો અનુસાર પતંજલી આયુર્વેદના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું છે કે તેમની પાસે ત્રણથી ચાર ગ્લોબલ કંપનીઓની ઓફર છે, જે પતંજલી સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર ડીલ કરવા માંગે છે. બાલકૃષ્ણએ કહ્યું કે જ્યાં સુધી ઈન્ટરનેશનલ કંપનીઓનો અમારા મુલ્યો સાથે કોઈ ટકરાવ ન થાય ત્યાં સુધી અમને તેમની સાથે કામ કરવામાં કોઈ વાંધો નથી.

તેમણે કહ્યું કે અમે એમએમસીને માત્ર એટલા માટે નકારી ન શકીએ કે તેઓ ઈન્ટરનેશનલ કંપનીઓ છે. બાલકૃષ્ણએ કહ્યું કે અમે કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવો પર વિચાર કરી રહ્યા છીએ. મહત્વનું છે કે લક્ઝરી સામાન બનાવનારી ફ્રાંસની કંપની એલએમવીએચે ગત વર્ષે જાન્યુઆરીમાં પતંજલી આયુર્વેદિક લિમિટેડમાં ભાગીદારી ખરીદવા માટે રસ દાખવ્યો હતો.

કંપનીના મેનેજિંગ પાર્ટનર રવિ ઠાકરને કહ્યું હતું કે, જો અમે એક મોડલ શોધી શકીએ તો અમને તેમની સાથે કામ કરવામાં ખુશી થશે. પતંજલી આયુર્વેદીકે બજારમાં આવ્યા બાદ પહેલાથી ઉપસ્થિત ઘણી વૈશ્વિક કંપનીઓ અને સ્થાનીક કંપનીઓ જેવી કે હિંદુસ્તાન યૂનિલિવર, કોલગેટ પામોલિવ અને ડાબર સાથે મોટો પડકાર ઉભો કર્યો હતો.

Related posts

કાશ્મીરમાં ૩૭૦ હટાવવાનો નિર્ણય ઐતિહાસિક, બાલા સાહેબનું સપનુ પૂર્ણ થયુ : શિવસેના

Charotar Sandesh

દેશમાં અગ્નિવીરો માટે ભરતીનો મંચ તૈયાર : અગ્નિપથથી આઈએએફનું સપનું થશે પુરૂ

Charotar Sandesh

અમેરિકામાં અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓની 2 લાખને પાર પહોંચી : સતત વધારો…

Charotar Sandesh