Charotar Sandesh
ગુજરાત

બિનસચિવાલય પરીક્ષામાં થયેલ ગેરરીતિમાં ભાજપની કોઈ સંડોવણી નથી : રૂપાણી

ગાંધીનગર : તાજેતરમાં બિનસચિવાલયની પરીક્ષામાં કૌભાંડને લઈ ગાંધીનગરમાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પરીક્ષાને રદ કરવાની માગ સાથે ધરણા પણ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધ બાદ રાજ્ય સરકારે પણ બિનસચિવાલય પરીક્ષામાં કૌભાંડ થયા હોવાનું સ્વીકાર્યુ અને એસઆઈટી બનાવી તપાસના આદેશ આપ્યા.

આપને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ બાદ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, બિનસચિવાલયની પરીક્ષા રદ્દ કરી દેવામા આવી છે. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા અંગે મોટું નિવેદન આપ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ સીએમ રૂપાણીએ કહ્યું કે ગેરરીતિમાં ભાજપની કોઈ સંડોવણી નથી.

સીએમ રૂપાણીએ કહ્યું કે બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમને કહ્યું કે આરોપીઓને છોડવામાં નહીં આવે. આ સિવાય તેમને સ્પષ્ટતા કરતા કહ્યું કે બિનસચિવાલયની પરીક્ષામાં થયેલ ગેરરીતિમાં ભાજપના કોઈ પણ નેતાનું નામ નથી. છતાં કોઈ નામ સામે આવશે તો છોડવામાં કોઈને નહીં આવે.

Related posts

કોરોના વધતા લોકડાઉનના ભયથી શ્રમિકો વતન પરત ફરવા લાગ્યા : યુપી-બિહારની ટ્રેનો ખચોખચ ભરાઈ

Charotar Sandesh

રૂપાણી સરકારનો મહત્વપુર્ણ નિર્ણય : કોરોનામાં શ્રમિકો પર કરાયેલાં કેસો પરત ખેંચશે…

Charotar Sandesh

જૂનાગઢ ગિરનાર રોપ-વેની ટિકીટનો ભાવ ઘટાડી રૂ. ૭૦૦ કરાયો…

Charotar Sandesh