Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા ફરી લેવાની એનએસયુઆઈની માંગ…

ભાવનગરમાં પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોવાનો આક્ષેપ…

વડોદરા : બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા ફરીથી લેવાની માંગ સાથે એન.એસ.યુ.આઇ.એ વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. એન.એસ.યુ.આઇ.ના કાર્યકરોએ જણાવ્યું કે, આ પરીક્ષા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ફરીથી લેવામાં આવે. જેથી ખરેખર મહેનત કરીને પરીક્ષા આપનાર ઉમેદવારોને ન્યાય મળે.
એન.એસ.યુ.આઇ.એ વડોદરા જિલ્લા કલેક્ટરને આપેલા આવેદન પત્રમાં જણાવ્યું છે કે, ૧૭ નવેમ્બરે સમગ્ર ગુજરાતમાં બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં મોટાભાગના સેન્ટરોમાં વ્યાપકપણે ગેરરિતીઓ થઇ છે. અને ગેરરિતીઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ભાવનગરમાં પરીક્ષા પૂર્વે પેપર ફૂટી ગયું હોવાનો કિસ્સો પણ શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. પરંતુ સરકાર દ્વારા આ બાબતે કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી. પારદર્શકતાની વાતો માત્ર પોકળ છે. ખરેખર મહેનત કરીને પરીક્ષા આપનાર ઉમેદવારોના ભવિષ્ય સાથે ગંભીર ચેડા થયા છે. ત્યારે આ પરીક્ષા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ફરીથી લેવામાં આવે તેવી અમારી માંગણી છે.

વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવેલા એન.એસ.યુ.આઇ.ના કાર્યકરોએ ન્યાય આપોના સૂત્રોચ્ચારો કર્યાં હતા. અને પરીક્ષા લેનાર એજન્સી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

Related posts

આનંદો…! ૧૨-૧૩ જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી…

Charotar Sandesh

વડોદરા વોર્ડ નં-૧૭ના ભાજપા કાઉન્સિલરની કાર ચોરાતા ફરિયાદ નોંધાઈ…

Charotar Sandesh

સીએમ વિજય રુપાણીએ કરાવ્યો કોરોનાનો ટેસ્ટ, લોકોને પણ આપી અપીલ…

Charotar Sandesh