Charotar Sandesh
ઈન્ડિયા

બિહારમાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ : ઉ.પ્રદેશમાં ૨૪ કલાકમાં ૪૪ લોકોના મોત…

બિહારની ઘણી નદીઓમાં પૂરનું જોખમ, ૧૫ જિલ્લાઓમાં એલર્ટ…

પટના/લખનૌ,
બિહારમાં ભારે વરસાદના કારણે જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પટનામાં શુક્રવારે આખી રાત વરસાદ થયો હોવાથી પૂર જેવી સ્થિતિ થઈ ગઈ છે. શહેરના દરેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, શિક્ષણ મંત્રી કૃષ્ણનંદન વર્માના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે. ૧૫ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં વરસાદની વિવિધ દુર્ઘટનામાં ૨૪ કલાકમાં કુલ ૪૪ લોકોના મોત થયા છે. રાજસ્થાનના ૮ જિલ્લામાં શનિવારે થોડો-થોડો વરસાદ ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગે રાજ્યના છ શહેરોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
પટનામાં આવેલી નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે. વોર્ડ અને આઈસીયુમાં પણ પાણી ભરાઈ ગયું છે. દર્દીઓને મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ઈમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે.
પટના જંક્શનનો રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયો છે. ટ્રેક પર પાણી ભરાઈ ગયા હોવાથી ૧૨થી વધારે ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે અમુક ટ્રેનનો રુટ બદલવામાં આવ્યો છે.
બિહારમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે પટના, મુઝફ્ફરપુર, દરભંગા, ભાગલપુર, પૂર્ણિયા, બેતિયા, ગયા, જમુઈ, ઔરંગાબાદ અને જહાનાબાદ સહિત ૧૫ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. આ દરેક વિસ્તારોમાં વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખીને સ્કૂલો ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે.ઉત્તર પ્રદેશમાં શનિવારે થોડો-થોડો વરસાદ થઈ રહ્યો છે. લખનઉમાં આજથી સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. કાનપુરમાં પણ શુક્રવારે આખી રાત વરસાદ થયો હતો. રાજ્યમાં વરસાદ સાથે જોડાયેલી દુર્ઘટનાઓમાં ૨૪ કલાકમાં કુલ ૪૪ લોકોના મોત થયા છે. હવામાન વિભાગે પૂર્વાંચલના ૧૨ જિલ્લાઓમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

Related posts

સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓને ફોન કરી ૨૨,૨૩,૨૪ તારીખે દિલ્હી એકઠા થવા કહ્યું

Charotar Sandesh

પેરા વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં માનસી જોશીએ ગોલ્ડમેડલ જીત્યો…

Charotar Sandesh

હવે કંગનાએ બીએમસીને નોટીસ ફટકારી ૨ કરોડ રૂપિયાનું વળતર માગ્યું…

Charotar Sandesh