Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

બી.કોમ સેમેસ્ટર-૩ના બિઝનેસ પેપરમાં વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં ગાળો, ફિલ્મની સ્ટોરી લખી…

આગામી બેઠકમાં ૯૦ જેટલા કોપીકેસનું હિયરિંગ કરાશે…

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગત એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટીની બેઠકમાં ગોંડલની એમ.બી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના માસ કોપીકેસ અને ડમીકાંડનું હિયરિંગ કરાયા બાદ આગામી ઇડીએસીની બેઠકમાં મોરબીની સર્વોપરી કોલેજ અને ગોંડલની મહિલા કોલેજના બી.કોમ. સેમેસ્ટર-૩ની પરીક્ષામાં પેપર સેટરે કરેલા ૩૮ માસ કોપીકેસનું હિયરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત ૯ પેપરમાં વિદ્યાર્થીએ અપશબ્દો, ફિલ્મની સ્ટોરી, પ્રશ્નપત્ર રિપીટ લખ્યા હોય તેમના પણ કોપીકેસ કરવા પેપર ચેકરે રિપોર્ટ કર્યો છે.

લીગલ વિભાગના આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર ડો.મનીષ ધામેચાએ જણાવ્યું હતું કે, મોરબીના સાર્દુળકા ખાતે આવેલી સર્વોપરી કોલેજમાં બી.કોમ. સેમેસ્ટર-૩માં કોર્પોરેટર એકાઉન્ટન્સીના પેપરની ચકાસણીમાં ૨૫ ઉત્તરવહીમાં એકસરખું લખાણ જોવા મળતા પેપર ચેકરે કોપીકેસનો રિપોર્ટ કર્યો હતો. તેવી જ રીતે ગોંડલની મહિલા કોલેજમાં લેવાયેલી બી.કોમ. સેમેસ્ટર-૩ના બિઝનેસ કોમ્યુનિકેશનના ૧૩ પેપરમાં એકસરખું લખાણ જોવા મળતા કોપીકેસનો રિપોર્ટ પેપર ચેકરે આપ્યો છે. આ ઉપરાંત અન્ય ૯ જેટલા વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં પિક્ચરનું લખાણ, પિક્ચરની સ્ટોરી, પ્રશ્નપત્ર અને અપશબ્દો લખ્યા હોય વિષય બહારનું લખાણ કરવા બદલ કોપીકેસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચેકિંગ સ્ક્વોડે પરીક્ષા દરમિયાન અલગ-અલગ કોલેજમાં ફરીને ૪૦થી ૪૫ કોપીકેસ કર્યા હોય તેનું હિયરિંગ આગામી ઇડીએસીમાં કરાશે.

Related posts

૧ કરોડથી વધારે કર્મચારી-પેન્શનર્સને લાભ મળશે : હવે મોંઘવારી ભથ્થું ૩૧ ટકા થયું

Charotar Sandesh

કોરોનાના કપરા કાળમાં નવરાત્રિના આયોજનો ન કરવા જોઈએઃ સી.આર. પાટીલ

Charotar Sandesh

બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા ફરી લેવાની એનએસયુઆઈની માંગ…

Charotar Sandesh