Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત

બુટલેગરોએ નવો નુસ્ખો અપનાવ્યો : ગુજરાતમાં ઘૂસાડાતો ૧૬.૮૭ લાખનો દારૂ ઝડપાયો

મોડાસા,
અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ વચ્ચે ઉત્તર ભારતના રાજ્યમાંથી બુટલેગરો નિતનવા નુસખા અપનાવી અવિરત વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક વેણપુર ગામની સીમમાંથી ગેસની સગડીઓના બોક્સની આડમાં લઈ જવાતો ૧૬.૮૭ લાખનો વિદેશી દારૂ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

શામળાજી પીએસઆઈ કેતન વ્યાસ અને તેમની ટીમે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર સઘન પેટ્રોલિંગ હાથધરી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી રહ્યા છે. વેણપુર ગામ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બાતમીના આધારે મીની ટ્રક (ગાડી.નં. MH.૦૪.HY. ૯૮૭૩ ) ને અટકાવી તલાસી લેતા ગેસ સગડીઓ અને અન્ય માલસામાન પાછળ સંતાડી રાખેલો બોટલ નંગ ૪૦૬૮ જેની કિં.રૂ ૧૬,૮૭,૨૦૦/- નો વિદેશી દારૂ જપ્ત કરી પવનકુમાર લીચ્છુરામ સોની ઉ.વ. ૩૦ રહે. ધાનોઠીબડી તા.રાજગઢ જી.ચુંરૂ રાજસ્થાન ને દબોચી લીધો હતો મીની ટ્રકની કિં રૂ ૧૦,૦૦,૦૦૦/-તથા મોબાઇલ નંગ-૧ કિં રૂ ૧૦૦૦/- તથા ભારતીયા બનાવટનો ઇંગ્લીશ દારૂ છુપાવવા કવરીગ તરીકે ઉપયોગમાં લીધેલ ગેસની સગડીઓ તથા સામાન પેક કરેલ નાના મોટા ખોખા નંગ ૧૧૨ આશરે કિં. રૂ.૮,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩૪,૮૮,૨૦૦ /- ના મુદ્દામાલ જપ્ત કરી મિનિટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર અનિલકુમાર સતબીરસીગ ભામબુ (મુળ રહે.ફલેટ નંબર ૨૦૫ શ્રી ક્રિષ્ણાબીલ્ડીગ રહાનાલ ભીવાન્ડી મહારાષ્ટ્ર હાલ રહે. ઓટોમારકેટ હિસ્સાર હરીયાણા) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Related posts

ગુજરાતમાં ૫૦ કરોડ વૃક્ષો વાવવાનું સરકારનું રહેશે લક્ષ્ય : સીએમ વિજય રૂપાણી

Charotar Sandesh

બહુચરાજીમાં ઇતિહાસમાં પ્રથમ વખત આઠમ અને દશેરાની માતાજીની શાહી સવારી નહીં નીકળે…

Charotar Sandesh

આજથી ત્રણ દેશના વડાપ્રધાન ગુજરાત પ્રવાસે : આ શહેરોમાં ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે, જુઓ

Charotar Sandesh