Charotar Sandesh
ઈન્ડિયા

બેન્ક, વીમા સહિતના સંગઠનોનું 8મી જાન્યુઆરીએ હડતાલનું એલાન…

સરકારની મજુર વિરોધી નીતિ સામે હડતાલ : ગ્રાહકોનો થશે મરો…

નવી દિલ્હી : સરકારની મજદૂર વિરોધી નીતિઓના વિરોધમાં 8મી જાન્યુઆરી 2020માં બેન્ક અનેવીમા કર્મચારીઓએ હડતાલ પર જવાનું એલાન આપ્યું છે.

ભારતીય બેન્કીંગ ક્ષેત્રના પ્રમુખ યુનિયનોએ 8મી જાન્યુઆરી 2020ના કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આયોજીત આમ હડતાલમાં જવાનો નિર્ણય કર્યો છે. આ જાણકારી અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ (એઆઈબીઈએ) એક નેતાએ આપી છે. આ હડતાલથી ગ્રાહકોનું કામકાજ પ્રભાવિત થઈ શકે છે.

એઆઈબીઈએના મહાસચિવ સી.એચ.વેંકટચલમે જણાવ્યું હતું કે, 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયન, રાષ્ટ્ર વ્યાપી હડતાલનું સમર્થન કરી રહ્યા છે. વેંકટચલમના કહેવા અનુસાર આ હડતાલ કેન્દ્ર સરકારની મજદૂર વિરોધી નીતિઓ સામે છે, જેમાં નોકરીઓની સુરક્ષા, રોજગાર સર્જન અને શ્રમ કાયદાઓમાં સંશોધન બંધ કરવા સંબંધે માંગો રાખવામાં આવશે.

Related posts

ઓપરેશન ગંગા હેઠળ ૪૮ કલાકમાં વધુ ૪૮૦૦ ભારતીયો રોમાનિયાથી વતન પરત ફરશે

Charotar Sandesh

કેજરીવાલના નિવેદન પર સિંગાપુર ભડક્યું : વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી

Charotar Sandesh

અમેઠીમાં રાહુલ ગાંધી બુથ કેપ્ચરિંગ કરાવી રહ્યાં હોવાનો સ્મૃતિ ઇરાનીનો આરોપ

Charotar Sandesh