Charotar Sandesh
ઈન્ડિયા

બેરોજગારી અને મોંઘવારી જેવી સમસ્યા પર ધ્યાન આપે મોદી સરકાર : બાબા રામદેવ

દિલ્હી-એનસીઆરમાં વિશ્નની સૌથી મોટી યુનિવર્સિટી બનાવશે…

ન્યુ દિલ્હી : દેશમાં આવી ચુકેલી આર્થિક મંદીને દૂર કરવાનાં સરકારનાં કોઇ પણ પગલા આજે દેખાઇ રહ્યા નથી. સરકાર આજે માત્ર સીએએ, એનઆરસી અને હવે દિલ્હી ચૂંટણીને લઇને જાહેર મંચો પર ચર્ચાઓ કરી રહી છે. પણ કોઇનું ધ્યાન દેશમાં વદી રહેલી મોંઘવારી અને બેરોજગારી પર નથી દેખાઇ રહ્યુ. પરંતુ એક શખ્સ છે જે સરકારની નજીક હોવાનુ ઘણીવાર ચર્ચાઇ ચુક્યુ છે, જેણે આ મુદ્દે સરકારને સલાહ આપી છે, તે છે યોગ ગુરુ બાબા રામદેવ.
નાગરિકતા સુધારો અધિનિયમનો વિરોધ દેશભરમાં થઇ રહ્યો છે અને તેમાં વિદ્યાર્થીઓની ભાગીદારી અંગે યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું છે કે, આંદોલનનું કામ બેરોજગારો પર છોડી દેવું જોઈએ. દેશમાં પ્રદર્શનને કારણે અરાજકતા ફેલાઈ છે. જ્યારે આઝાદીનાં નારા લગાવતા જિન્નાનાં નારાઓએ લાગે ત્યારે તે ખોટુ છે. વિદ્યાર્થીઓએ તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

બાબા રામદેવે કહ્યું કે, ૨૦૨૪ સુધી મોદીજીને થોડી તક આપવી જોઈએ. જ્યારે આ પ્રકારનું વાતાવરણ સર્જાય છે, ત્યારે દેશ બદનામ થાય છે. દેશમાં મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યા છે. તેમણે કહ્યું કે, આપણા દેશને ૫ વર્ષમાં ખાદ્યતેલોમાં આત્મનિર્ભર બનવું જોઈએ. ૨ લાખ કરોડનો ખર્ચ આમાં જ કરવામાં આવે છે. તેમણે તે પણ સવાલ ઉઠાવ્યો કે મલેશિયાનાં રાષ્ટ્રાધ્યક્ષ કેમ આપણા આંતરિક બાબતોમાં દખલ કરે છે.
બાબા રામદેવે કહ્યું કે, તેઓ દિલ્હી એનસીઆરમાં વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટી બનાવશે. તેમણે કહ્યું કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તીનાં નામે અમે કોઈની સાથે ભેદભાવ રાખ્યો નથી.

Related posts

ટીટીની જગ્યાએ હવે રેલવે પોલીસ કરશે ટિકિટ ચેકિંગ, મોબાઈલ પર આવશે રિઝર્વેશનની ડિટેલ..!

Charotar Sandesh

દેશમાં જે કાંઇ સ્થિતિ સર્જાય તે માટે આપણે જવાબદાર : ભાગવત

Charotar Sandesh

ISIS તરફથી ગૌતમ ગંભીરને સતત ત્રીજી વખત ઈમેઈલ દ્વારા ધમકી મળી

Charotar Sandesh