Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

બોરસદ : અજગરને જીવતો સળગાવી દઈ વિડિયો વાઈરલ કરનારા 3ની ધરપકડ, 4 ફરાર…

બોરસદ રેન્જ ફોરેસ્ટને જાણ થતાં જ તેમણે વિડિયોના આધારે સ્થળ તપાસ અને વિડિયોમાં દેખાતા ઈસમની અટકાયત કરી…

આણંદઃ બોરસદ તાલુકાના વાલવોડ સ્થિત સોના તલાવડી ખાતે સોમવારે બપોરે કેટલાંક શખ્સોએ અજગરને પકડી તેનું માથું છુંદી નાંખ્યા બાદ તેને જીવતો સળગાવી દીધો હતો. આ તમામ ઘટનાનો એક શખ્સે વિડિયો ઉતાર્યા બાદ તેને સોશ્યલ મીડિયા પર વાઈરલ કરી દીધો હતો. દરમિયાન, આ હકીકતની જાણ બોરસદ રેન્જ ફોરેસ્ટને થતાં જ તેમણે વિડિયોના આધારે સ્થળ તપાસ અને વિડિયોમાં દેખાતા ઈસમની અટકાયત કરી હતી. તેની પૂછપરછમાં અન્ય બે ઈસમોના નામ પણ ખૂલ્યા હતા. જે ત્રણેયની હાલમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેમની પૂછપરછમાં અન્ય ચાર વ્યક્તિઓ પણ ઘટનામાં સામેલ હોવાનું કહ્યું હતું.

બોરસદના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.જે. વાઘેલાએ જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયા પર વાઈરલ થયેલા વિડિયોમાં કેટલાંક શખ્સે અજગરને બંદી બનાવ્યા બાદ તેનું માથું બેરહેમીથી છુંદી નાંખ્યું હતું. બાદમાં શખ્સોએ અજગર દૂર ભાગી ન જાય તે માટે લાકડીઓ સાથે પહેરો ભર્યો હતો. વધુમાં આસપાસના ઝાંડી-ઝાંખરા ભેગા કર્યા બાદ તેને સળગાવ્યા હતા. આગ ચાંપવામાં આવી એ વખતે અજગર જીવતો હતો. આમ, અજગરને જીવતો જ સળગાવી દીધો હતો. જેને કારણે આ સમગ્ર ઘટનાનો વિડિયો તેમણે બનાવ્યા બાદ સોશ્યલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. જોકે, વિડિયોમાં એક યુવક લાકડી સાથે જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાની તપાસ કરતાં વિડિયો બોરસદના વાલવોડ સ્થિત સોના તલાવડી વિસ્તારનો હોવાનું ખૂલ્યું હતું. વિડિયોમાં દેખાતા એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી. જેના નામ-ઠામની પૂછપરછ કરતા તે મુકેશ હરી મકવાણા અને તેની સાથે અન્ય ઝડપાયેલા બે શખ્સ જીતુ ચતુર મકવાણા અને ગીરીશ કનુ મકવાણા અને તમામ વાલવોડના રહેવાસી હોવાનું ખૂલ્યું હતું. તેમની સાથે અન્ય ચાર શખ્સ પણ હતા. ત્રણેયની વન્ય પ્રાણી અધિનિયમ કલમ 1972 અંતર્ગત ધરપકડ કરી બુધવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Related posts

આણંદ જિલ્લાના ગામોમાં જાન્યુઆરી-૨૦૨૨ દરમિયાન ૧૧ સગીર વયના બાળલગ્ન અટકાવાયા

Charotar Sandesh

અમુલ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં વિક્રમજનક ૯૯.૭૧% મતદાન : ૩૧ ઓગસ્ટે મતગણતરી…

Charotar Sandesh

ખેડા જિલ્લા પોલીસ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં નડિયાદ ટાઉને ફાઈનલ ટ્રોફી હાંસલ કરી

Charotar Sandesh