Charotar Sandesh
વર્લ્ડ

બ્રાઝિલની જેલમાં બે જૂથો વચ્ચે અથડામણ : ૫૭ લોકોના મોત…

કેદીઓના એક પક્ષે અન્ય પક્ષના સેલમાં આગ લગાવી દીધી, ૧૬ કેદીઓના માથા કાપી નખાયા…

રિયો ડી જેનેરિયો,
દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ૫૭ લોકોના મોત થયા છે. જેમાંથી ૧૬ કેદીઓના માથા કાપી નખાયા હતા. મહત્વનું છે કે આ પરિસ્થિતી એટલા માટે સર્જાઈ કારણ કે દેશમાં જેલની સંખ્યા ઘણી ઓછી છે અને જે જેલમાં આ ઘટના બની છે તેમાં ક્ષમતા કરતા વધારે કેદીઓને ઠાંસી ઠાંસીને રાખવામાં આવ્યા હતા.
સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઉત્તરી અલ્તામીરા શહેરની જેલમાં જુથ અથડામણ સ્થાનિક સમય સવારે ૭ વાગે થઈ હતી. કમાન્ડો ક્લાસ એ એક સેલમાં આગ ચાંપી દીધી હતી. મોટાભાગના કેદીઓના મોત આગમાં સળગી જવાથી થયા છે. બે સુરક્ષાકર્મીઓને પણ કેદી બનાવાયા હતા, પરંતુ ત્યારબાદ તેમને છોડી દેવાયા હતા.
જેલ નિયામક જાર્બસ વાલ્કોનસેલોસે જણાવ્યું કે, આ ઘટનાને પ્રિ-પ્લાનિંગ સાથે આપવામાં આવ્યો હતો. જે અંગે અમને કોઈ જાણકારી ન હતી. જેનાથી એ સાબિત થાય છે કે આ બન્ને જુથ વચ્ચે ઝઘડો પહેલાથી જ હતો. એક વીડિયોમાં કેદીઓમાં આ ઘટના બાદ ખુશાલીનો માહોલ પણ જોવા મળે છે.
આ વર્ષે મે મહિનામાં ઉત્તરી રાજ્ય અમેઝોન્સની જેલ પર થયેલા હુમલાઓમાં ૫૫ કેદીઓના મોત થયા હતા. ૨૦૧૭માં અહીં સપ્તાહ સુધી ચાલેલી હિંસક ઘટનાઓમાં ૧૫૦ લોકોના મોત થયા હતા.

Related posts

ઇરાકમાં ઇદ પહેલાં ISISનો બ્લાસ્ટ : ૩૦ના મોત, ૩૫ ઘાયલ

Charotar Sandesh

કેનેડામાં અંધાધૂંધ ગોળીબાર : હુમલાખોરે પોલીસ યૂનિફોર્મ પહેરી 13 લોકોની ગોળી મારી હત્યા કરી…

Charotar Sandesh

કેલિફોર્નિયામાં વોલમાર્ટમાં ગોળીબાર : ૧નું મોત,૪ ઘાયલ, હુમલાખોર ઠાર…

Charotar Sandesh