Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારતને બીજો ઝટકો…! ધવન બાદ ભુવનેશ્વર પણ ૨-૩ મેચમાંથી બહાર…

માનચેસ્ટર,
રવિવારે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચમાં ભારતની શાનદાર જીત થઈ હતી. પણ આ મેચમાં ભારતીય ટીમનો ખાસ બોલર ભૂવેનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થયો હતો. બોલિંગ નાખતાં સમયે સ્નાયુ ખેંચાઈ જવાને કારણે તે મેચમાંથી બહાર થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાની જીત બાદ વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં સમયે કહ્યું કે, ઈજાને કારણે ભુવનેશ્વર ૨-૩મેચ રમી શકશે નહીં.

  • ઈન્ડિયન ફેન્સને ખરાબ સમાચાર આપતાં કહ્યું હતું કે, સ્નાયુ ખેંચાઈ જવાને કારણે ભુવનેશ્વર આગામી ૨-૩ મેચ રમી શકશે નહીં…!

ભારત-પાકિસ્તાનની મેચમાં ભારતની ઈનિંગ સમયે વરસાદ પડ્યો હતો. જે બાદ ભારતીય ટીમ બોલિંગ માટે ઉતરી હતી. પણ પીચ પર ભીનાશ હોવાને કારણે ભુવનેશ્વર કુમાર જ્યારે તેની ત્રીજી ઓવર નાખી રહ્યો હતો, ત્યારે તેના પગના સ્નાયુ ખેંચાઈ ગયા હતા. અને બે બોલ નાખીને તે રિટાયર્ટ હર્ટ થઈ ગયો હતો. અને તેના સ્થાને વિજય શંકરે ભુવીની ઓવર નાખી હતી.

મેચમાં શાનદાર જીત બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ભુવેનેશ્વરની ઈજા અંગે માહિતી આપી હતી. અને ઈન્ડિયન ફેન્સને ખરાબ સમાચાર આપતાં કહ્યું હતું કે, સ્નાયુ ખેંચાઈ જવાને કારણે ભુવનેશ્વર આગામી ૨-૩ મેચ રમી શકશે નહીં. હવે ભુવી ટીમમાંથી બહાર થઈ જતાં શમીને ટીમમાં સ્થાન મળી શકે છે.

Related posts

રોહિત શર્મા વન-ડે ક્રિકેટર ઓફ ધ યર : આઇસીસી

Charotar Sandesh

અમેરિકાના બ્રાયન બ્રધર્સ આવતા વર્ષે ટેનિસમાંથી નિવૃત્તિ લેશે…

Charotar Sandesh

કોહલી-પંડ્યાએ કોઇ પ્રોટોકોલનો ભંગ કર્યો નથી : સ્ટોર માલિક

Charotar Sandesh