Charotar Sandesh
વર્લ્ડ

ભારતમાં આર્થિક મંદીની ગંભીર અસર વર્તાઇ રહી છે : IMF

૨૦૧૯માં વિશ્વનો ૯૦ ટકા ભાગ ઓછી વૃદ્ધિનો સામનો કરશે…

ભારત-બ્રાઝિલ જેવા ઉભરતા બજારની અર્થવ્યવસ્થામાં આ વર્ષે મંદિની વધુ સ્પષ્ટ અસર જોવા મળી, ભારતનો જીડીપી દર ૨૦૧૯-૨૦ માટે ૭ ટકા કરાયો, અમેરિકા અને જર્મનીમાં બેરોજગારીમાં એતિહાસિક ઘટાડો…

USA : આતંરરાષ્ટ્રીય મુદ્રા કોષ(ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ)ના નવા મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જિયોરજીવાનું કહેવું છે કે હાલ સમગ્ર વિશ્વની ઈકોનોમિ મંદીનો સામનો કરી રહી છે, પરંતુ ભારત જેવા સૌથી મોટા ઉભરતા બજારની ઈકોનોમિમાં આ વર્ષે તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.
ક્રિસ્ટાલિના જિયોરજીવાએ સંકેત આપ્યા કે ચારે બાજુ ફેલાયેલી મંદીનો અર્થ છે કે વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન વૃદ્ધિ દર આ દશકની શરૂઆતથી અત્યાર સુધીના નિમ્નતમ સ્તરે પહોંચી જશે. ક્રિસ્ટાલિના જણાવ્યા પ્રમાણે, વિશ્વનો ૯૦ ટકા હિસ્સો ઓછી વૃદ્ધિનો સામનો કરશે.
આઈએમએફના એમડીના રૂપમાં પ્રથમ ભાષણમાં ક્રિસ્ટાલિના જિયોરજીવાએ કહ્યું કે બે વર્ષ પહેલા, વૈશ્વિક ઈકોનોમિ સમકાલિક રૂપથી ઉંચાઈ તરફ જઈ રહી હતી, અને વિશ્વનો લગભગ ૭૫ ટકા હિસ્સો વધી રહ્યો હતો. હવે વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીમાં છે. વર્ષ ૨૦૧૯માં મને લાગે છે કે વિશ્વના લગભગ ૯૦ ટકા ભાગમાં વૃદ્ધિ ઘટશે.
તેમણે કહ્યું અમેરિકા અને જર્મનીમાં બેરોજગારીમાં એતિહાસિક ઘટાડો છે. તેમ છતાં પણ અમેરિકા, જાપાન અને વિશેષ રૂપથી યુરો ક્ષેત્રની વિકસિત અર્થવ્યવસ્થાઓમાં આર્થિક ગતિવિધિઓમાં નરમાઈ જોવા મળી છે. જોકે ભારત અને બ્રાઝીલ જેવા કેટલાક ઉભરતા બજારની અર્થવ્યવસ્થાઓમાં આ વર્ષે મંદીની વધુ સ્પષ્ટ જોવા મળી રહી છે.
આઈએમએફના એમડીએ કહ્યું કે વૈશ્વિક વેપારની વૃદ્ધિ લગભગ અટકી ગઈ છે. આઈએમએફએ ઘરેલું માંગ વધાવાની શકયતાઓના કારણે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૦.૩ ટકા ઘટાડી તેને ૭ ટકા કર્યું છે.
આ મહિને ક્રિસ્ટીન લાગાર્ડેના સ્થાન પર આઈએમએફનું ટોપ પદ સંભાળનાર ક્રિસ્ટાલિના જિયોરજીવાએ કહ્યું કે મુદ્રાઓ એક વાર ફરી મહત્વની થઈ ગઈ છે અને વિવાદ ઘણા દેશો તથા અન્ય મુદ્દાઓ સુધી ફેલાયો છે.

  • Nilesh Patel

Related posts

કોરોનાના વધતા કેસો વચ્ચે અમેરિકામાં રસીના બૂસ્ટર ડોઝને મંજૂરી અપાઇ

Charotar Sandesh

ભારતીય મૂળની શ્રી સૈનીએ યુએસનું ટાઈટલ જીત્યું

Charotar Sandesh

સંપૂર્ણપણે વેક્સિનેટેડ થઈ ચુકેલા અમેરિકનોને બાઈડને કહ્યું – ’હવે માસ્કની જરૂર નથી’

Charotar Sandesh