Charotar Sandesh
ઈન્ડિયા

ભારતમાં ઇન્ટરનેટના ૪૫ કરોડ યૂઝર્સ : બાળકોની સંખ્યા સૌથી વધુ…

આઇએએમએઆઇએ બહાર પાડેલા અહેવાલમાં ખુલાસો…

૨૫ કરોડ ૮૦ લાખ પુરુષ ઈન્ટરનેટ યુઝર્સની સામે મહિલાઓની સંખ્યા આનાથી અડધી,દેશના શહેરોમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યાની દ્રષ્ટિએ મુંબઈ અને દિલ્હી ટોપ પર…

મુંબઇ : ભારતમાં ઈન્ટરનેટનો વપરાશ, વળગણ રોજેરોજ કલ્પનાથી પણ વધારે ઝડપે વધતા જાય છે. ૨૦૧૯ની ૩૧ માર્ચે ભારતમાં માસિક એક્ટિવ ઈન્ટરનેટ યુઝર્સ ૪૫ કરોડ ૧૦ લાખ જેટલા નોંધાયા હતા. વિશ્વમાં ભારતનો નંબર બીજો આવે છે. પહેલા ક્રમે ચીન છે. જ્યાં ૮૦ કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે. આ આંકડા ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા IAMAI) સંસ્થાએ બહાર પાડેલા એક અહેવાલમાં આપવામાં આવ્યા છે. તેણે નિલ્સન હોલ્ડિંગ્સ સાથે મળીને સર્વેક્ષણ કર્યો હતો.
IAMAIનું કહેવું છે કે ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સ વિશેનો આ પહેલો જ અહેવાલ છે. તેમાં ભારતના કુલ ઈન્ટરનેટ યુઝર્સ નહીં, પણ માસિક સક્રિય ઈન્ટરનેટ યુઝર્સને આવરી લેવામાં આવ્યા છે. IAMAIના અગાઉના અહેવાલોમાં ભારતમાં કુલ ઈન્ટરનેટ યુઝર્સ વિશેના આંકડા અપાયા હતા.
ભારતના ૪૫ કરોડ ૧૦ લાખ ઈન્ટરનેટ યુઝર્સમાંથી ૩૬ કરોડ ૫૦ લાખ જણ ૧૨ વર્ષ અને તેથી ઉપરની વયનાં લોકો છે. જ્યારે ૬ કરોડ ૬૦ લાખ લોકો પાંચ અને ૧૧ વર્ષથી વચ્ચેની વયનાં છે. આનો મતલબ એ થાય છે કે ભારતમાં સ્કૂલનાં બાળકો ઈન્ટરનેટનો ખૂબ જ વપરાશ કરે છે. ભારતના એક્ટિવ ઈન્ટરનેટ યુઝર્સમાં આ બાળકો ૧૫ ટકા હિસ્સો ધરાવે છે.
સર્વે અનુસાર, ભારતમાં મહિલા ઈન્ટરનેટ યુઝર્સનો આંક આશ્ચર્યકારક રીતે ઘણો ઓછો જણાયો છે. ૨૫ કરોડ ૮૦ લાખ પુરુષ ઈન્ટરનેટ યુઝર્સની સામે મહિલાઓની સંખ્યા આનાથી અડધી છે.
ઈન્ટરનેટના વપરાશમાં, શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં કોઈ ભેદભાવ જણાયો નથી. શહેરોમાં ૧૯ કરોડ ૨૦ લાખ ઈન્ટરનેટ વપરાશકારો છે તો ગ્રામિણ વિસ્તારોમાં પણ આટલી જ સંખ્યાનાં લોકો છે. તે છતાં ગ્રામિણ વિસ્તારોમાં ઈન્ટરનેટનો વપરાશ હજી ધીમો છે. હજી ઘણા ગ્રામિણ લોકોને ઈન્ટરનેટ એક્સેસ પ્રાપ્ત થયો નથી.
દેશના શહેરોમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યાની દ્રષ્ટિએ મુંબઈ અને દિલ્હી ટોપ પર છે. મુંબઈમાં ૧ કરોડ ૧૭ લાખ ઈન્ટરનેટ યુઝર્સ છે જ્યારે દિલ્હીમાં ૧ કરોડ ૧૨ લાખ છે. બેંગલુરુ, કોલકાતા, ચેન્નાઈ ત્યારબાદના નંબરે આવે છે.

Related posts

કૃષિમાં પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવાનો સમય આવી ગયો છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

અનલોક-૨માં ૧ જુલાઈથી ચારધામના દર્શન વ્યવસ્થા શરૂ…

Charotar Sandesh

લો બોલો, આ વર્ષે કંગના અને આર્યન નામના ગધેડાની જોડી ૩૪ હજારમાં વેચાઈ

Charotar Sandesh