Charotar Sandesh
વર્લ્ડ

ભારતે અમેરિકાની વસ્તુઓ પરનો ટેક્સ વધારો પાછો ખેંચવો જોઇએ : ટ્રમ્પ

જી-૨૦ સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે…

વૉશિંગ્ટન,
જાપાન ખાતે જી-૨૦ શિખર સંમેલન દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત થશે. મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ બેઠક હશે. બંને નેતાઓની બેઠક પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની વસ્તુઓ પર ભારત તરફથી નાખવામાં આવેલા ભારે ટેક્સને લઈને એક ટિ્‌વટ કર્યું છે.

ટ્રમ્પે આ અંગે ટિ્‌વટ કરતા લખ્યું છે કે, ભારતે વર્ષોથી અમેરિકાની વસ્તુઓ પર ભારે ટેક્સ લાદી રાખ્યો છે. એટલું જ નહીં તાજેતરમાં પણ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. હું આ અંગે ભારતીય પીએમ મોદી સાથે વાતચીત કરવાની ઈચ્છુક છું. આ અસ્વીકાર્ય છે. અમેરિકાની વસ્તુઓ પરનો ટેક્સ વધારો પાછો ખેંચવો જ જોઈએ.

જાપાનમાં શુક્રવારે મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત યોજાશે. આ મુલાકાત દરમિયાન અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો બે દિવસના ભારતના પ્રવાસે આવ્યા છે ત્યારે મોદી અને ટ્રમ્પ જાપાનમાં મળી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઉપરાંત મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિન સાથે પણ મુલાકાત કરશે. ભારતે અમેરિકાની મોટરસાઇકલ હાર્લિ ડેવિડસનના વેચાણ પર ૫૦ ટકા ટેક્સ લગાવ્યો છે. આને લઈને ટ્રમ્પ પોતાની નારાજગી પ્રગટ કરી ચુક્યા છે. ટ્રમ્પે આ પહેલા કહ્યુ હતુ કે ’ભારતે પહેલા હાર્લી ડેવિડસન પર ૧૦૦ ટકા ટેક્સ લગાવ્યો હતો. મારા વિરોધ બાદ ટેક્સ ઘટાડીને ૫૦ ટકા કરવામાં આવ્યો છે. પરંતુ હજી પણ આ વધારે છે, અમને આ મંજૂર નથી. આ અંગે વાત કરવી જરૂરી છે.

  • Mr. Naren Patel

Related posts

ચીને વિશ્વભરમાં ઘાતક કોરોના વાયરસ છોડ્યોઃ અમેરિકી એનએસએ

Charotar Sandesh

જિનપિંગની ટીકા કરનાર ચીની બિઝનેસમેન જેક મા લાપતા..!

Charotar Sandesh

અમેરિકામાં સ્થાયી ગુજરાતી દંપત્તિ પર ત્રાટક્યા લુંટારૂ, ગોળીબારમાં પત્નીનું મોત…

Charotar Sandesh