Charotar Sandesh
વર્લ્ડ

ભારત ખૂબ ખતરનાક ખેલ ખેલી રહ્યું છે, ભયાનક અસર થઇ શકે છે : પાકિસ્તાન

ભારતે દટાઈ ગયેલી કાશ્મીર સમસ્યા ફરી કાઢી : પાક.વિદેશ મંત્રી

ઇસ્લામાબાદ,
જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ-૩૭૦ પર મોદી સરકારના નિર્ણયથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. આ નિર્ણયથી પાકિસ્તાનના શેર બજારમાં કડાકો બોલ્યો છે. જ્યારે ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદીય કાર્ય સમિતિની બેઠક બોલાવી છે. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે પાકિસ્તાને ભારતને ચેતવતા કહ્યું કે, ભારત ખૂબ ખતરનાક ખેલ ખેલી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં તેની ભયાનક અસર થઇ શકે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ કહ્યું કે, ભારત ખૂબ ખતરનાક ખેલ ખેલી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં તેની ઘાતક અસર થઇ શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન કાશ્મીર મુદ્દાને સમાધાન તરફ લઇ જવા માંગે છે જ્યારે ભારત સરકાર આ નિર્ણયથી સમસ્યા વધારે જટિલ બનાવી છે. ઈસ્લામિક દેશોને પણ આ વિશે જણાવી દીધું છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતની નરેન્દ્ર મોદી સરકારે આ એકતરફી નિર્ણય લીધો છે. તેનાથી આંતરરાષ્ટ્રીય વિવાદોમાં પાકિસ્તાન એક કથિત પક્ષકાર તરીકે ભારતના આ પગલાંને ખત્મ કરવા માટે તમામ શક્ય ઉપાયો અજમાવ્યા. કાશ્મીર એક આંતરરાષ્ટ્રીય વિવાદ ક્ષેત્ર છે. ભારતનું કોઇ પણ પગલું કાશ્મીરના વિવાદિત સ્ટેટ્‌સને બદલી શકશે નહી. આ નિર્ણય પાકિસ્તાન અને કાશ્મીરના લોકોને ક્યારેય મંજુર નહી હોય. પાકિસ્તાન કાશ્મીરીઓને પોતાનું સમર્થન આપવાનું શરૂ રાખશે. દરેક મુસલમાનો મળીને કાશ્મીરિઓને સલામતીની દુઆ કરે. પાકિસ્તાની કોમ સંપૂર્ણપણે કાશ્મીરીઓની સાથે છે.
જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વિએ કહ્યું કે, ભારત સરકારના અનુચ્છેદ ૩૭૦ને ખતમ કરવાના નિર્ણય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવની વિરુદ્ધ છે. ભારતનું આ પગલું કાશ્મીરી લોકોની વિરુદ્ધ લેવામાં આવ્યું છે. તેમણે ટ્‌વીટ કરી કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરી લોકોની ઈચ્છાઓ પ્રમાણે, આ મુદ્દાને શાંતિપૂર્ણ સમાધાન પર ભાર આપતું રહ્યું છે.

Related posts

ન્યુજર્સી સ્ટેટમાં બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દીપાવલીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો…

Charotar Sandesh

વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર તરીકે ભારતીય મૂળના નીરા ટંડનની નિયુક્તિ…

Charotar Sandesh

બાઇડનની સિક્યોરિટી સાથે સંકળાયેલા ૧૫૦થી વધુ સુરક્ષાકર્મી કોરોના પોઝિટિવ…

Charotar Sandesh