Charotar Sandesh
ઈન્ડિયા

ભારત વધુ એક ઇતિહાસ રચવા સજ્જ : બપોરે ચંદ્રયાન-રનું લોન્ચીંગ : કાઉન્ડડાઉન શરૂ…

બપોરે ૨.૪૩ કલાકે લોન્ચીંગ : મિશન સફળ રહેવાનો ઇસરોનો દાવો : કોઇ ટેકનીકલ ખામી નહિ સર્જાય…

ચેન્નઈ,

ભારત અંતરિક્ષમાં વધુ એક ઇતિહાસ રચવાની તૈયારી કરી રહ્યું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-૨ માટે આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે. બપોરે ૨ કલાક ૪૩ મિનિટ પર ચંદ્રયાન-૨નું લોન્ચિંગ થવાનું છે. આની પહેલાં ઇસરો ચીફ રવિવારના રોજ સંપૂર્ણપણે આશ્વસ્ત દેખાયા. તેમણે કહ્યું કે આ મિશન સફળ રહેશે. ૧૫ જુલાઇના રોજ ક્રાયોજેનિક એન્જિનમાં લીકેજના લીધે લોન્ચિંગના થોડાંક સમય પહેલાં જ સ્થગિત કરી દેવાયું હતું.

શ્રીહરિકોટાના સ્પેસ પોર્ટ પર સોમવાર બપોરે દોઢ વાગ્યા બાદ હલચલ વધી જશે. એવું એટલા માટે કારણ કે આ સમય પર ક્રાયોજેનિક એન્જિનમાં હીલિયમ ફિલિંગનું કામ ફરીથી કરાશે. આની પહેલાં મિશન ચંદ્રયાન-૨ના લોન્ચિંગનું રિહર્સલ સફળ રહ્યું અને તેનું કાઉન્ટડાઉન રવિવાર સાંજે ૬ કલાક ૪૩ મિનિટથી શરૂ થઇ ગયું. રવિવારના રોજ શ્રીહરિકોટા પહોંચેલા ઇસરોના પ્રમુખ સિવન એ ચેન્નાઇ એરપોર્ટ પર કહ્યું કે મિશન સફળ રહેશે અને અમને આશા છે કે ચંદ્રયાન-૨ ચંદ્રમા પર કેટલીય નવી વસ્તુઓની શોધ કરવામાં સફળ રહેશે. ઇસરોએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, જીએસએલવી માર્ક થ્રીનું લોન્ચ રિહર્સલ પૂરું થઈ ચૂકયું છે.

Related posts

આચાર સંહિતા મામલો ઃ મોદી-શાહ વિરુદ્ધ કોંગ્રેસની પિટિશન સુપ્રીમે ફગાવી

Charotar Sandesh

કોરોના સંક્રમણની રસી વિકસિત કરવાના મામલામાં આપણે સૌથી આગળઃ પીએમ મોદી

Charotar Sandesh

મૂર્તિ માટે પૈસા છે, ગરીબો માટે નહિઃ બોમ્બે હાઈકોર્ટે સરકારને લગાવી ફટકાર….

Charotar Sandesh