Charotar Sandesh
બોલિવૂડ

ભોજપુરી ફિલ્મ ’કોકા કોલા’ માં સની લિયોની ચમકશે…

મુંબઈ,
સની લિયોની હાલમાં જે પ્રોજેક્ટ પર કામ કરી રહી છે તે એક ભોજપુરી ફિલ્મ છે. આ ફિલ્મનું નામ કોકા કોલા છે. તેમાં તે દેશી અંદાજમાં જોવા મળશે. જોકે આ પહેલી વખત નથી કે તે દેશી પાત્રમાં નજર આવશે.
આ પહેલાં તે ’એક પહેલી લીલા’માં એકદમ દેશી લૂકમાં નજર આવી હતી. આ ફિલ્મ ’કોકા કોલા’માટે તે ભોજપુરી શીખી રહી છે. આ ફિલ્મમાં તેનો અંદાજ એવો છે કે જે આ પહેલાં તમે ક્યારેય નહીં જોયો હોય.
આ ફિલ્મ માટે ભોજપુરી શીખતી સની લિયોનનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે ભોજપુરીમાં વાત કરતી નજર આવે છે. સનીની ’કોકા કોલા’ ફિલ્મને ડિરેક્ટર પ્રકાશ ટેટીકે ડિરેક્ટ કરી રહ્યાં છે. જ્યારે આ ફિલ્મને પ્રોડ્યુસ મહેન્દ્ર ધારીવાલ, પરમાદીપ સિંહ સાંધૂ અને ચિરાગ ધારિવાલ કરશે. સૂત્રો મુજબ ’કોકા કોલા’ ફિલ્મના આ પ્રોડ્યુસર પર છેતરપિંડીના ઘણી અરજીઓ પડી છે. જ્યારે મહેન્દ્રા ધારીવાલ પર આરોપ છે કે તે પોતાની ફિલ્મી પ્રોજેક્ટ માટે ફાઇનાન્સિયર પાસેથી પૈસા લઈને ચૂકવતા નથી.

Related posts

રિયા અને શૌવિક ચક્રવર્તીને વધુ એક રાત જેલમાં રહેવુ પડશે, કોર્ટ કાલે સંભળાવશે નિર્ણય

Charotar Sandesh

‘એક ચુમ્મા તો બનતા હૈ’ : હાઉસફૂલ-૪નું પ્રથમ ગીત રિલીઝ…

Charotar Sandesh

‘બાહુબલી’ ફૅમ રાણા દગ્ગુબતીએ પ્રેમિકા મિહિકા બજાજ સાથે કરી સગાઈ…

Charotar Sandesh