Charotar Sandesh
ગુજરાત

મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રામ મંદિરના નિર્માણ માટે ૨૯ વર્ષથી રાખેલી માનતા પૂર્ણ થઈ…

અયોધ્યામાં રામ મંદિર બને તે માટે મીઠાઈ ન ખાવાની બાધા લીધી હતી…

અમદાવાદ : વિતેલી સદીથી ચાલી રહેલો અયોધ્યાનો રામ મંદિરનો વિવાદ હવે પૂર્ણ થયો છે. દેશની સર્વોચ્ચ અદાલતે દ્વારા જજમેન્ટની સાથે અયોધ્યામાં વિવાદિત રામ જન્મભૂમિ ’રામ લલા બિરાજમાન’ને આપવાનો ચુકાદો આપ્યો છે, ત્યારે ગુજરાતના સિનિય કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ૨૯ વર્ષે જૂની બાધા હવે ફળી છે. વર્ષે ૧૯૯૦માં રામ મંદિરના નિર્માણ માટે નીકળેલી રથયાત્રા સમયે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અયોધ્યામાં રામ મંદિર બને તે માટે બાધા રાખેલ હતી. જે અંતર્ગત છેલ્લા ૨૯ વર્ષે થી ભુપેન્દ્ર સિંહએ કોઈ પણ જાતની મીઠાઈ ખાતા નહોતા.
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૧માં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની એક માત્ર ઑફીસ એવું છે કે જ્યાં તેમને મળવા આવનાર તમામ મુલાકાતીઓનું મીઠું મોઢું બારે માસ કરવામાં આવે છે, પરંતુ મીઠું મોઢું કરાવનાર ભુપેન્દ્રસિંહ જ રામ મંદિર માટે છેલ્લા ૨૯ વર્ષેથી પોતાનું મોઢું મીઠું નથી કર્યું.
આ મામલે જ્યારે ભુપેન્દ્રસિંહ ચુડાસમાં સાથે વાત કરતા જણાવ્યું હતું કે ’જ્યારે સોમનાથથી અયોધ્યા સુધી ૨૫ સપ્ટેમ્બર ૧૯૯૦માં યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે તે યાત્રામાં હું પણ શામેલ થયો હતો, મેં ભગવાનની બાધા રાખી હતી કે જ્યાં સુધી અયોધ્યામ રામ મંદિર નહિ બને ત્યાં સુધી હું મીઠાઈ નહિ ખાવ, આજે ૨૯ વર્ષે બાદ મારી એ બાધા ફળી છે’

Related posts

૨૪ કલાકમાં રાજ્યમાં એક પણ પોઝિટિવ કેસ નહિ : ૪-૫ દિવસ અતિ મહત્ત્વના…

Charotar Sandesh

રાજ્યના ૨૫ જિલ્લામાં મેઘ મહેર યથાવત, ૯૭ તાલુકામાં સાત ઇંચ સુધીનો વરસાદ

Charotar Sandesh

જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ : પેપર ફૂટતા ગુજરાતના ૯ લાખની વધુ યુવાનો સાથે ક્રૂર મજાક

Charotar Sandesh